તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:MSUમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 33,398 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન, કોમર્સમાં સૌથી વધુ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કોમર્સમાં 9227, સાયન્સમાં 5194 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું, આંકડો હજુ વધશે

એમ.એસ.યુનિ.માં 33398 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં 9227 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ આંકડો 15 હજાર સુધી પહોંચે તેવી શકયતાઓ છે. સાયન્સ ફેકલ્ટીમાં પણ 5194 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થયા છે.

ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે ધોરણ 12 સાયન્સ-સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના રેર્કડ બ્રેક એડમીશન થનાર છે.

એમ.એસ.યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ વિકસાવવામાં આવેલા નવા એડમીશન પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્ર્થમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. 15 દિવસના સમયગાળામાં જ 33398 જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષ માટેનું રજીસ્ટ્રેશન કરી દીધું છે.

જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના થયા છે. કોમર્સ ફેકલ્ટીમાં 9227 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થયા છે જયારે સાયન્સ ફેકલ્ટીમાં 5194 વિદ્યાર્થીએ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેના રજીસ્ટ્રેશન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...