ધસારો:મ.સ.યુનિ.માં પ્રવેશ મેળવવા માટે 1270 વિદેશ છાત્રોનું રજિસ્ટ્રેશન

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 515 વિદેશી વિદ્યાર્થીને પ્રોવિઝનલ પ્રવેશ આપી દેવાયો

મ.સ.યુનિ.માં દર વર્ષે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ચાલુ વર્ષે રેકર્ડબ્રેક વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે 1270 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી અત્યાર સુધી 515 વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્રવેશ આપી દેવાયો છે. સૌથી વધુ અરજી આફ્રિકન દેશોમાંથી આવી છે.

મ.સ. યુનિવર્સિટીમાં અત્યારે 300 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચાલુ વર્ષે 1270 વિદેશી વિદ્યાર્થીએ પ્રવેશ માટે અરજી કરી છે, જેમાં 1200 અરજી આઇસીસીઆર તરફથી આવી છે, જ્યારે 70 વિદ્યાર્થીઓએ જાતે યુનિવર્સિટીમાં અરજી કરી છે. જેટલી પણ અરજીઓ આવી છે, તેમાંથી 60 ટકા ઉપરાંત આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ છે.

જ્યારે તે સિવાય ફ્રાન્સ, અમેરિકા, મોરિશિયસ, સિરિયા, કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત કુલ 42 દેશોના વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે. જેમાં સૌથી વધુ આર્ટ્સ ફેકલ્ટીમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે, જ્યારે 60થી વધુ કોમર્સ ફેકલ્ટીમાં અરજી કરી છે. યુનિ. દ્વારા 515 વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ પ્રવેશ અપાયો છે. હજુ અરજીની સ્ક્રૂટિની કરવાની પ્રક્રિયા કરાઈ રહી છે. ચાલુ વર્ષે 700થી 800 વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...