તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં રજિસ્ટ્રેશનથી વિદ્યાર્થીઓ જીવનભર MSU સાથે જોડાશે, પ્રવેશથી પ્લેસમેન્ટ સુધી એક પ્લેટફોર્મ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય કોર્સમાં પ્રવેશ વખતે ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાંથી પણ મુક્તિ મળશે

MSU ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ હેઠળ એક વખતના રજિસ્ટ્રેશનથી જીવનભર વિદ્યાર્થી યુનિ. સાથે જોડાશે. પ્રવેશથી લઇ ડિગ્રી તથા પ્લેસમેન્ટ સુધીની પ્રક્રિયા એક પ્લેટફોર્મ પર થઇ શકશે. અન્ય કોર્સમાં પ્રવેશ વખતે ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાંથી પણ મુક્તિ મળશે. પરિણામ, ફોર્મ ભરવા, પરિણામ મેળવવા, ફી ભરવા સહિતની તમામ કામગીરી એક જ સિસ્ટમમાં થશે, જેથી યુનિ. હેડ ઓફિસ ખાતે ધક્કા ખાવાનો વારો નહિ આવે.મ.સ.યુનિ. દ્વારા અલાયદું પોર્ટલ શરૂ કરાશે. 11 જૂને સિન્ડિકેટની બેઠકમાં આ પોર્ટલને લોન્ચ કરાશે. જેને પગલે વિદ્યાર્થીઓની એ ટુ ઝેડ પ્રક્રિયા એક જ જગ્યાએ થઇ જશે.

યુનિવર્સિટીમાં વિદ્યાર્થી જોડાય ત્યારે સૌપ્રથમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા થશે ત્યારબાદ તે આજીવન યુનિ.નો સભ્ય રહેશે અને લોગ ઇન કરી શકશે. 20 વર્ષ પછી પણ વિદ્યાર્થી માર્કશીટ કે ડિગ્રી ખોવાઇ જાય તો રજિસ્ટ્રેશનના માધ્યમથી મેળવી શકશે. રજિસ્ટ્રેશન પછી ડોકયુમેન્ટ અપલોડ કરવા પડશે. ત્યારપછી ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. પરીક્ષા ફી, ફોર્મ, પરિણામ પણ પોર્ટલ પરથી જ જાણી શકાશે.

વિદ્યાર્થીઓ ડિગ્રી પૂરી કરે ત્યાર પછી પ્લેસમેન્ટ સુધીની પ્રક્રિયા પોર્ટલ પરથી થઇ શકશે. યુનિ.ના કમ્પ્યૂટર વિભાગ દ્વારા બે મહિના પછી એમએસયુ ઇન્ટિગ્રેટેડની એપ પણ લોન્ચ કરાશે. જેના કારણે વિદ્યાર્થીને તમામ માહિતી મોબાઇલ પર જ મળી રહેશે. પૂર્વ વિદ્યાર્થીઓને પણ 5 વર્ષમાં જોડી દેવાશે. અગાઉ એમકેસીએલની સીસ્ટમમાં છબરડા થતા હતા અને પરિણામો મોડા આવવા સહિતની ફરીયાદો પણ થતી હતી.

વિદ્યાર્થીઓ કઇ વસ્તુઓ કરી શકશે?

  • રજિસ્ટ્રેશનની પ્રક્રિયાથી લઇને ડિગ્રી સુધીની તમામ બાબતો એક જ જગ્યાએ થઇ શકશે
  • એક વાર ડોકયુમેન્ટ અપલોડ થયા પછી અન્ય કોર્સ માટે નવેસરથી ડોકયુમેન્ટ અપલોડ નહિ કરવા પડે
  • એડમીશન પ્રોસેસ ફાસ્ટ થશે જેથી સત્ર શરૂ થવામાં મોડુ નહિ થાય
  • માર્કશીટ,ટ્રાન્સક્રીપ્ટ, ડિગ્રી સર્ટીફીકેટ, રી-ચેકીંગ, રી-એસમેન્ટના સહિતના સર્ટિફીકેટ મેળવવા ધક્કા નહિ ખાવા પડે
  • ડીગ્રી લીધા પછી 10 થી 15 વર્ષે કોઇ પણ ડોકયુમેન્ટ ખોવાઇ જશે તો વિદ્યાર્થીઓને આસાનીથી મળી શકશે
અન્ય સમાચારો પણ છે...