ગરબાનું આયોજન:મોતીબાગ ગ્રાઉન્ડ પર આયોજિત ગરબા માટે ઓગસ્ટથી રજિસ્ટ્રેશન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાણી રાધિકા રાજે ગાયકવાડ - Divya Bhaskar
મહારાણી રાધિકા રાજે ગાયકવાડ
  • મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય-વોર્ડવિઝાર્ડ ફાઉ.નું આયોજન

શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન દ્વારા મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન થશે. જ્યારે ચાલુ વર્ષના ગરબામાં કલ્ચર,ક્રાફ્ટ અને ક્યુઝીનની થીમ રહેશે. ચાલુ વર્ષે ગરબામાં 25 હજાર ખેલૈયાઓ સામેલ કરવામાં આવશે. જ્યારે હેરીટેજ ગરબા માટે ઓગષ્ટના પહેલા સપ્તાહથી રજીસ્ટ્રેશન શરૂ થશે.

મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, અમે વર્ષ 2019 થી હેરીટેજ ગરબાનું આયોજન કરી રહ્યાં છે.જ્યારે વર્ષ 2022માં અમે મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે હેરીટેજ ગરબાનું આયોજન કરી રહ્યાં છીએ. મોતીબાગ હિસ્ટોરિકલ ગ્રાઉન્ડ છે, અમે 100 જેટલા ક્રાફ્ટના સ્ટોલ લગાવી રહ્યાં છે. મોતીબાગ ગ્રાઉન્ડ ખાલી ક્રિકેટ રસિકોએ જ જોયું છે. જેથી અન્ય લોકો પણ પેલેસના હિસ્ટોરિકલ ગ્રાઉન્ડ પર ગરબા રમવાનો આનંદ માણસે.

જ્યારે વડોદરા ક્રાફ્ટ સાથે પણ જોડાયેલું છે, ત્યારે ક્રાફ્ટના કારીગરો પોતાની વસ્તુઓ વેચવા આવશે તો તેનો લાભ પણ વડોદરાના નાગરીકોને મળશે. ચાલુ વર્ષે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન ની સાથે ગરબા આયોજન અંગે રાધિકા રાજેએ જણાવ્યું હતું કે, વોર્ડ વિઝાર્ડ સંસ્થા અને શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય બંને મહિલા એમ્પાવરમેન્ટનું વિઝન ધરાવે છે. જ્યારે ગરબાથી થતું ઊભું થનારું ફંડ મહિલા એમ્પાવરમેન્ટ પાછળ ઉપયોગ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...