બરોડા ક્રિકેટ એસોસિયેશનના વર્તમાન હોદ્દેદારોનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂરો થવાનો હોઈ ચૂંટણીની તૈયારી આરંભાઈ છે. જેના સંબંધમાં બુધવારે મળનારી બીસીએ એપેક્ષ કમિટીમાં એપેક્ષમાં એક સભ્યને નોમિનેટ કરવા અને કોટંબી સ્ટેડિયમનું રિવાઇઝ બજેટ રૂા.80 કરોડથી 120 કરોડ કરવાના મુદ્દે અને એપેક્ષ સભ્ય કમલ પંડયાએ સીઈઓ અને એચઆર મેનેજરનો પગાર ઘટાડવા પત્ર લખતાં શાબ્દીક ટપાટપી થવાની સંભાવના છે.
ખાલી પડેલી એપેક્ષ કમિટિના સભ્યની જગ્યાએ નોમીનેટ એપેક્ષ સભ્ય મુકવા અંગે બેઠકમાં ભારે ચર્ચા ગરમ રહે તેવી શકયતા છે. એપેક્ષ પૂર્વ એપેક્ષ સભ્ય કમલ પંડયાએ પત્રમાં જણાવ્યું છે કે, ‘સીઇઓ અને એચઆર મેનેજરના કામની સમીક્ષા અને ભવિષ્યને ધ્યાને રાખી તેમનો પગાર ઘટાડવો અથવા અન્ય એસો.ની સમકક્ષ કરવો જોઈએ.
GCAના CEO કરતા પણ વધુ પગાર ચૂકવાય છે
સીઈઓનો વાર્ષિક પગાર રૂા.64.80 લાખ છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશનના સીઈઓનો પગાર રૂા.36 લાખ અને જીસીએના સીઈઓનો પગાર રૂા.18 લાખ છે. ત્રણેવ એસો.ની રણજી ટીમના કોચના પગાર પૈકી બીસીએના કોચનો પગાર સૌથી વધારે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.