તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેકલ્ટી શરૂ કરવાનો ઇનકાર:પરીક્ષા ચાલુ હોવાથી કોમર્સ ફેકલ્ટી શરૂ કરવાનો ઇનકાર, સંમતિપત્રકો મગાવવાની પ્રક્રિયા પછી કોલેજ શરૂ કરાશે

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • સાયન્સમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે બોલાવાશે

કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકાર શિક્ષણની સ્થિતિ સામાન્ય બનાવવા માગે છે, પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોને કોલેજ શરૂ કરવામાં કોઈ રસ નથી. હજુ પણ સંમતિપત્રકો મગાવ્યા પછી કોલેજ શરૂ કરાશે, તેવું નક્કી કરાયું છે. જ્યારે નાની ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ આવશે તો શરૂ કરાશે, તેવું સત્તાધીશોએ જણાવ્યું હતું.

મ.સ. યુનિવર્સિટીના સત્તાધીશોને કોલેજ શરૂ કરવામાં કોઇ રસ દેખાઇ રહ્યો નથી. સરકારી નોકરી કરવા ટેવાઇ ગયેલા અધ્યાપકોને ઓનલાઇન શિક્ષણ માફક આવી ગયું છે. સરકાર દ્વારા 8 ફેબ્રુઆરીથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે યુનિવર્સિટી સત્તાધીશોને કોલેજ ઓફલાઇન મોડથી શરૂ કરવાના નામ પર સંમતિપત્રકોની બહાનાબાજી શરૂ કરી છે.પરીક્ષા ચાલતી હોવાથી કોમર્સ ફેકલ્ટી શરૂ કરવા માટે ઇન્કાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આર્ટસમાં રિનોવેશનના લીધે શિક્ષણ શરૂ નહીં થાય
આર્ટસ ફેકલ્ટીમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જેથી 27 જેટલા ક્લાસ રૂમોનો ઉપયોગ કરી શકાય તેમ ન હોવાથી વિદ્યાર્થીઓને બોલાવાશે નહીં. માત્ર પ્રેક્ટિકલ માટે સાઇકોલોજી અને આર્કોલોજી વિભાગમાં વિદ્યાર્થીઓને બોલાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો