તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:નવી લેબ માટે -200 તાપમાન રહી શકે તેવાં ફ્રિજ લવાયાં, કામગીરીનો ધમધમાટ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોત્રી હોસ્પિટલ ખાતે પ્લાઝ્મ સેન્ટર શરૂ કરાશે

ગોત્રી ખાતે કોરોનાની નવી લેબ અને પ્લાઝ્મા સેન્ટર શરૂ કરવાના હોવાથી -20 ડિગ્રી તાપમાન રહી શકે તેવા ફ્રિજ લાવવામાં આવ્યાં છે. આ લેબની કામગીરીનો ધમધમાટ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળે છે. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત દ્વારા એસએસજીમાં 350 કોરોના કિટ આપવામાં આવી હતી. કોરોનાની મહામારીના પગલે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કિટ જરૂરી હોય છે ત્યારે આઇએમએની રાજ્ય સ્તરીય કચેરી દ્વારા આ કિટ વડોદરા ખાતે મોકલવામાં આવી હતી. આઇએમએના પ્રમુખ ડો. સંજય દવે અને ડો. તુષાર દવેએ આ કિટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને સુપરત કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો