વિશ્વ આખું ઉદ્યોગો દ્વારા કરવામાં આવતા વેસ્ટ તથા ઘરેલુ પ્લાસ્ટિક વેસ્ટના ડમ્પિંગને કારણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. ત્યારે વડોદરાના વિજય કામાણીએ દેશ-દુનિયાના પ્લાસ્ટિક વેસ્ટથી નવસર્જનનો પ્રયાસ કર્યો છે. વર્ષોના રિસર્ચ બાદ તેઓએ વેસ્ટ પ્લાસ્ટિકને ફરી ઉપયોગમાં લેવાય તેવી વસ્તુઓમાં પરિવર્તિત કરી ઉપયોગી વસ્તુઓ બનાવવાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે.
રોડ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે સિમેન્ટની પ્રોડક્ટ વાપરતા હોઇએ છીએ. ત્યારે વિજય કામાણીએ રોડ-રસ્તા માટે સ્પીડ બ્રેકર, ગટરના ઢાંકણા, પાર્કિંગ સ્ટોપર તથા પેવર બ્લોક પ્લાસ્ટિક વેસ્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાંથી બનાવ્યા છે. જેથી પ્રદૂષણ ઘટે. પારુલ યુનિ.ના સ્ટાર્ટઅપ એક્સેલેટર સેન્ટર ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ઇન્કયુબેટેડ તથા સપોર્ટેડ આ સોશિઅલ સ્ટાર્ટઅપ મહત્વપૂર્ણ પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છે, જેને વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો અને ‘સેન્ટર ફોર આંત્રપ્રોન્યોરશીપ ડેવલોપમેન્ટ’નો પણ સપોર્ટ મળ્યો છે.
પ્લાસ્ટિક વેસ્ટને ટુકડા કરી પાઉડર બનાવ્યા પ્રોસેસ કરાય છે
વિવિધ સ્રોતો પાસેથી પ્લાસ્ટિક તથા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ભેગો કરી તેનું સેગ્રીગેશન કરાય છે. સિગ્રીગેટેડ વેસ્ટનું ક્લીનિંગ કરી તેના નાના ટુકડા કરી પાઉડર બનાવીને તેના લમ્પનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ આ તૈયાર થયેલા મટિરિયલમાં અન્ય ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જેમ કે સિલિકા ડસ્ટ ઉમેરી તેને મશીન પ્રેસિંગના માધ્યમથી ફાઈનલ પ્રોડક્ટનું સ્વરૂપ આપવામાં આવે છે.
1000 | 67 | 6000 sq.ft | 8000 | 30 | 100ft |
સ્પીડ બ્રેકર | ગટરનાં ઢાંકણાં | ગ્રાઉન્ડ બોર્ડ ટાઈલ્સ | કેટાઈ | સ્ટોરેજ પ્લેટ્સ | ટાઈલ્સ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.