નિર્ણય:વુડામાં ખાનગી એજન્સી મારફતે ભરતીનો તખ્તો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીમાં અર્બન પ્લાનરથી માંડીને ચોથા વર્ગના કર્મચારીઓની નિમણૂક ખાનગી એજન્સી મારફતે કરવાનો તખ્તો ઘડાયો છે.સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં મહત્વની જગ્યા હોય તો તેના માટે અલગથી ઇન્ટરવ્યૂ કરાય છે અને ઉચ્ચ પગાર ધોરણે નિમણૂક અપાય છે.

જોકે વુડામાં 2020-21 માટે આઉટસોર્સથી અર્બન પ્લાનર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, કારકુન, કમ્પ્યૂટર ઓપરેટર, ડ્રાઇવર, માળી, લિફ્ટમેન, સિક્યુરિટી ગાર્ડ માટે આઉટસોર્સિંગથી કામગીરી કરવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે ખાનગી એજન્સી પાસેથી 9 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ટેન્ડર મગાવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...