તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Recounting Begins After Congress Alleges BJP Is Getting Votes In Minority Constituency In Vadodara's Ward No. 6, NCP Candidate Threatens Suicide If Justice Is Not Done

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેર મતગણતરી:વોર્ડ 6માં રિકાઉન્ટિંગની માગ સાથે કોંગ્રેસનો ત્રણ કલાક સુધી હોબાળો, ભાજપ માટે જ્યાં પ્રવેશબંધી હતી ત્યાં 4 હજારની લીડ કેવી રીતે મળે?

વડોદરા6 દિવસ પહેલા
ફરીથી રિકાઉન્ટિંગની માગ સાથે કોંગ્રેસનો હોબાળો
 • ભાજપ અગ્રણી કેતન બ્રહ્મભટ્ટ કોંગ્રેસ અને એનસીપીના આક્ષેપો ફગાવ્યા

પાલિકાના વોર્ડ 6માં સમાવિષ્ટ મુસ્લિમ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને 4 હજારની લીડ મળતાં કોંગ્રેસ, આપ અને એનસીપીના ઉમેદવારોએ રિકાઉન્ટિંગની માગ કરી હોબાળો મચાવ્યો હતો. ત્રણેય પક્ષના ચૂંટણી એજન્ટો કાઉન્ટિંગ હોલ બહાર બેસી વિરોધ કરતાં 3 કલાક સુધી હોબાળા બાદ પોલીસે ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા. પોલીટેક્નિક કોલેજના બીજા માળે વોર્ડ નંબર 4, 5 અને 6માં રિટર્નિંગ ઓફિસર એમ.આર.રાઓલ દ્વારા કાઉન્ટિંગ કરાઈ રહ્યું હતું. જેમાં સાંજે 5 વાગ્યે વોર્ડ 6ની મત ગણતરીના 2 રાઉન્ડ પૂરા થતાં કોંગ્રેસ, એનસીપી અને આપના ઉમેદવારોએ તેમના ચૂંટણી એજન્ટો પાસે કાઉન્ટિંગના આંકડા અને રિટર્નિંગ ઓફિસરના ટેબલ પાછળ લાગેલા બોર્ડ પર લખેલી ફિગર બંને જુદી જુદી આવી હતી. જે બાબતે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા મતના આંકડામાં ફેરફાર હોવાથી રિકાઉન્ટિંગની માગ કરી હોબાળો મચાવી દીધો હતો.

હોબાળો થતાં કાઉન્ટિંગ હોલમાં પોલીસનો કાફલો બોલાવવો પડ્યો હતો. કોંગ્રેસના ચૂંટણી એજન્ટોને બહાર કઢાતા એજન્ટોએ ચૂંટણી અધિકારી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. અડધો કલાક બાદ પોલીસે આપ, કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોને ટીંગાટોળી કરી કેન્દ્રની બહાર કાઢ્યા હતા. વોર્ડ 6માં ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બન્યા હતા.​​​​​​​ કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને એનએસયુઆઈના પ્રમુખ વ્રજ પટેલે આક્ષેપ કર્યો કે, બધા રાઉન્ડ પૂરા થયા ત્યારે જે ટોટલ કરવાનું આવે તેમાં 1200 મતની ભૂલ નીકળી હતી. જેમાં રજૂઆત કરી કે, 1200 મતની જે ભૂલ નીકળી તેમાં અમારે રિકાઉન્ટિંગ જોઈએ છે. ચૂંટણી અધિકારીએ અમારી રજૂઆત ન સાંભળી.

બીજી તરફ પોલીસે હું ચૂંટણી એજન્ટ છું છતાં ધક્કો મારી બહાર કાઢી મૂક્યો હતો. મત ગણતરી કેન્દ્રમાં મોબાઈલ લાવવો ગુનો બને છે ત્યારે ભાજપના ઉમેદવારો અને ચૂંટણી એજન્ટો કાઉન્ટિંગ હોલમાં મોબાઈલ લાવી વાત કરી રહ્યા હતા. વોર્ડ 6ની ગણતરીના 2 રાઉન્ડ જ પૂરા થયા હતા ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ ભાજપના વોર્ડ 6ના ઉમેદવારો જીતી ગયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં કેવી રીતે મૂકી શકે તેવા પ્રશ્નો રિટર્નિંગ ઓફિસરને પૂછી ચૂંટણી અધિકારી અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો.

ચૂંટણી એજન્ટોને પોલીસે ટીંગાટોળી કરી બહાર કાઢવા પડ્યા
NCPનાં ઉમેદવાર દેવ્યાનીબેન પરમારે આક્ષેપ કર્યો કે, વોર્ડ 6માં જે સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધી હતી ત્યાં તેમને 4 હજારની લીડ કેવી રીતે મળી શકે? બીજી તરફ વિરોધ કરાતાં ચૂંટણી એજન્ટોને પોલીસે ટીંગાટોળી કરીને બહાર કાઢવા પડ્યા હતા.

18 હજાર મત લઘુમતીઓના હોવા છતાં ભાજપને મત પડતા હોવાના આક્ષેપ
વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરેએ જણાવ્યું હતું કે, યાકુતપુરા અને હાથીખાના વિસ્તારમાં 18 હજાર લઘુમતીના મતદારો હોવા છતાં ત્યાં ભાજપના ઉમેદવારોને 4 હજાર મતો તેમને મળી રહ્યા છે, જે બાબત શંકા ઉપજાવે છે.

ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપો
કોંગ્રેસ અગ્રણી વ્રજ પટેલે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપના અગ્રણીઓ મોબાઈલ વાપરે છે અને અમને વાપરવા દેતા નથી. ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ છે. અમારી ફરીથી રિકાઉન્ટિંગની માગ છે અને ફરીથી રિકાઉન્ટિંગ નહીં થાય તો અમે ફરીથી ચૂંટણીની માગ કરીશું. અમે બે ઉમેદવાર જીતતા હોવા થતાં આંકડાઓની માયાજાળ રચીને અને સત્તાનો ઉપયોગ કરીને ભાજપના ઉમેદવારોને જીતડવાના પ્રયાસ થઈ રહ્યા છે.

વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરે
વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરે

એનસીપીના ઉમેદવારે ન્યાય ન મળતો ફિનાઈલ પીને મરી જવાની ધમકી આપી
આ ઉપરાત એનસીપીના ઉમેદવાર દેવયાની પરમારે પણ આક્ષેપો કર્યાં હતા અને ન્યાય નહીં મળે તો ફિનાઈલ પીને મરી જઈશ તેવી ધમકી આપી હતી.

ભાજપે આક્ષેપોને ફગાવ્યા
ભાજપ અગ્રણી કેતન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શરૂઆતથી જ ભાજપને લીડ મળી હતી. જેથી હાર જોઇ જતા આક્ષેપો કર્યાં છે, જે આક્ષેપો કર્યાં છે, તે ખોટા છે. રિકાઉન્ટીંગથી કોઈ ફરક પડવાનો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો