મેગા વેક્સિનેશન:રેકોર્ડબ્રેક રસીકરણમાં 50 હજાર લોકોને સેકન્ડ ડોઝ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોડી રાત સુધી સેન્ટર ચાલુ રહ્યાં
  • ​​​​​​​શનિવારે 15,725 લોકોએ રસી મુકાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયેલ ખાસ વેક્સિનેશન શુક્રવારે રાત્રે 12 વાગ્યા પછી પણ ચાલુ રહ્યું હતું. લાઈનમાં ઊભા રહેલા નાગરિકોને રસી મૂકવા માટે કેટલીક જગ્યાએ એકથી દોઢ વાગ્યા સુધી રસીકરણ ચાલુ રખાયું હતું. જેને પગલે 69,380 લોકો લાભ લઇ શક્યા હતા. આરોગ્ય વિભાગના 2500 કર્મચારીઓની ટીમ 3 શિફ્ટમાં કામે લાગી હતી. આ કામગીરી કર્યા બાદ શનિવારે પણ 60 જેટલાં સેન્ટરો પર રસીકરણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પમાં કુલ 35,971 પુરુષ અને 33,409 મહિલાઓને રસી મૂકવામાં આવી હતી, જ્યારે 18,536 લોકોને પ્રથમ ડોઝ અને 50,844ને બીજો ડોઝ અપાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા પછી મૂકવામાં આવેલી રસીને શનિવારના રસીકરણમાં ગણવામાં આવી હતી. રસીકરણમાં શુક્રવારે 18 થી 40 વર્ષની ઉંમરના બીજો ડોઝ લેનારની સંખ્યા સૌથી વધુ 36,369 નોંધવામાં આવી હતી. શુક્રવારે મોડી રાત સુધી રસીકરણ ચાલુ રાખ્યા બાદ પણ શનિવારનું રસીકરણ 60 સેન્ટરો પર યથાવત્ રાખ્યું હતું, જેને પગલે 15,725 લોકોએ રસી મુકાવી હતી. જેમાં બીજો ડોઝ લેનારની સંખ્યા 14,149 નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...