તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકલ્પ:15 દિવસમાં ખાનગી સ્કૂલોના 1913 વિદ્યાર્થીઓનું સમિતિની સરકારી શાળાઓમાં રેકર્ડબ્રેક એડમિશન

વડોદરા3 મહિનો પહેલાલેખક: નેહલ વ્યાસ
  • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા ના ફાઈલ ફોટો - Divya Bhaskar
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા ના ફાઈલ ફોટો
  • તબીબ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ સહિતના વાલીઓ હવે સરકારી સ્કૂલ તરફ વળ્યા, તોતિંગ ફી લેતાં ખાનગી સ્કૂલોના સંચાલકોને ફટકો
  • ખાનગી સ્કૂલોની મનમાની અને કોરોના કાળની અસર
  • ખાનગી સ્કૂલોમાંથી ધો.2થી 8માં ચાલુ વર્ષે 2500 વિદ્યાર્થી પ્રવેશ લે તેવી શકયતા : ગત વર્ષે 824 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો

કોરોના કાળમાં વધતી આર્થિક ભીંસ અને ખાનગી સ્કૂલોની ફી માટેની દાદાગીરી વચ્ચે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 1913 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલમાં ચાલુ વર્ષે 2500 વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શકયતાઓ સમિતિ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગત વર્ષે 824 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો હતો. માત્ર 15 દિવસના સમયગાળામાંજ ખાનગી સ્કૂલોમાંથી સમિતિની સ્કૂલોમાં પ્રવેશ લેનારની સંખ્યા બે હજાર નજીક પહોંચી ગઇ છે.

સામાન્ય રીતે વાલીઓ ખાનગી સ્કૂલોને વધુ પ્રાધાન્ય આપતા હોય છે. પરંતુ કોરોનાકાળમાં ઉલ્ટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેમાં તબીબ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ સહિતના વાલીઓ હવે સરકારી સ્કૂલોમાં બાળકોને ભણવા માટે મૂકી રહ્યા છે. કોરોના મહામારીના કારણે લોકોની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાથે ખાનગી શાળા સંચાલકો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હોવા છતાં વાલીઓ પાસે ફી ના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે.

બીજી તરફ શિક્ષણ સમિતિની શાળાઓ પણ ખાનગી સ્કૂલોને ટક્કર આપે તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે. જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ખાનગી સ્કૂલમાંથી ધોરણ 2 થી 8 માં 1913 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધી છે. ધોરણ 1 માં નવા પ્રવેશનો આંકડો અત્યાર સુધીમાં 2721 પહોંચ્યો છે. ગત વર્ષે 3012 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

ચાલુ વર્ષે શિક્ષણ સમિતિમાં 4500 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શકયતાઓ છે. હજુ એડમીશનની શરૂઆત થયાના 15 દિવસ જ વિત્યા છે. સપ્ટેમ્બર મહિના સુધી પ્રવેશની કાર્યવાહી કરવામાં આવનાર છે. જેથી રેકર્ડ બ્રેક પ્રવેશ ચાલુ વર્ષે થશે તેવી આશા સમિતિ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ખાનગી સ્કૂલો દ્વારા વસુલાતી તોતિંગ ફી અને તેના ઉઘરાણા માટે કરાતી દાદાગીરીના પગલે વાલીઓ હવે સરકારી સ્કૂલ તરફ વળી રહ્યા છે.

ખાનગી સ્કૂલમાં પ્રોજેકટ વર્કનું વધુ ભારણ

અજય નાયક, વાલી
અજય નાયક, વાલી

મારો પુત્ર 6 ધોરણ સુધી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જોકે તેનો ઓવરોલ ગ્રોથ થઇ રહ્યો ના હતો. શિક્ષણ કરતાં વધારે પ્રોજેકટ વર્કનું બર્ડન આપવામાં આવતું હતું. ખાનગી સ્કૂલ અને મોંઘી ફી લેવા છતાં બાળક પર પર્સનલ એટેન્સન આપવામાં આવતું ના હતું. જેથી સમિતિની સ્કૂલમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો. સમિતિની સ્કૂલોમાં બાળકો પર પર્સનલ ધ્યાન અપાઇ છે અને શિક્ષણની ગુણવત્તા સારી છે.

સરકારી સ્કૂલમાં શિક્ષણની ગુણવત્તા સુધરી

વિજય શેઠીયા,વાલી
વિજય શેઠીયા,વાલી

હું પોતે સરકારી સ્કૂલમાં ભણ્યો છું અને સીએ બન્યો છું. મારો પુત્ર ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. પંરતુ તમામ ફેસેલીટી મળતી હોવાથી તે કર્મ્ફટ ઝોનમાંથી બહાર આવતો ના હતો. બાળકના વિકાસ માટે સ્ટ્રગલ પણ જરૂરી છે. સરકારી સ્કૂલમાં શિક્ષણની ગુણવત્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો થયો છે જેથી સરકારી સ્કૂલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો થતા વિશ્વાસ વધ્યો
સમીતીની તમામ શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો થયો છે સાથે શિક્ષણની ગુણવત્તા પણ સારી છે. કોરોના મહામારી દરમિયાન ખાનગી શાળાઓ ઓનલાઇન કલાસમાં પણ વાલીઓ પાસે વધારે ફી વસૂલ કરે છે. જેની સામે સમિતિની શાળામાં વિનામૂલ્યે શિક્ષણ મળી રહ્યું છે. > ધમેન્દ્રસિંહ ચુડાસમા,શાસનાધિકારી

સમિતિની સ્કૂલોમાં બાળકોનો સર્વાંગી વિકાસ
સમિતિની શાળામાં ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઇને મોર્ડન ફેસેલીટી તથા તાલીમબધ્ધ શિક્ષકોના કારણે શિક્ષણની ગુણવત્તા વાલીઓને આકર્ષી રહી છે. અંગ્રેજી માધ્યમની શાળામાં પણ ધસારો રહ્યો છે. ખાનગી શાળામાં તગડી ફી ભરવા કરતાં સમિતિની શાળામાં ફ્રીમાં સારું શિક્ષણ મેળવી શકાશે. > દિલીપ ગોહીલ, ચેરમેન, શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...