તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન:ધો.10માં રેકર્ડબ્રેક 703 વિદ્યાર્થીને એ-1 ગ્રેડ, ગત વર્ષે માત્ર 83 હતા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોર્ડ દ્વારા જાહેર કરાયેલું પરિણામ માત્ર સ્કૂલો જ જોઇ શકે તેમ હોવાથી વાલીઓ અને વિધાર્થીઓએ આચાર્યો- શિક્ષકોને ફોન કરી સતત પૂછપરછ કરી હતી. - Divya Bhaskar
બોર્ડ દ્વારા જાહેર કરાયેલું પરિણામ માત્ર સ્કૂલો જ જોઇ શકે તેમ હોવાથી વાલીઓ અને વિધાર્થીઓએ આચાર્યો- શિક્ષકોને ફોન કરી સતત પૂછપરછ કરી હતી.
  • એક સાથે 42,852 વિદ્યાર્થીઓ પાસ જાહેર
  • રાત્રે 8 વાગ્યે રિઝલ્ટ જાહેર થતાં સાઇટ ક્રેશ, મોડી રાત સુધી શરૂ ન થઈ

ધો.10નું પરિણામ રાત્રે 8 વાગ્યે જાહેર થતાં સાઇટ ક્રેશ થઇ ગઈ હતી. પરિણામ જોવા માત્ર સ્કૂલને જ એક્સેસ હોવાથી રાત્રીના સમયે વાલી-વિદ્યાર્થીઓના ફોનથી પ્રિન્સિપાલ-શિક્ષકો પરેશાન થઇ ગયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓના રેકર્ડ શાળામાં હોવાથી શિક્ષકો પણ વિદ્યાર્થીઓનું શું પરિણામ આવ્યું તે જોઇ શક્યા નહોતા. શહેર-જિલ્લાના 42,852માંથી 703 વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે. 100 ટકા પરિણામના પગલે ગત વર્ષની તુલનામાં 620 વિદ્યાર્થીઓ રેકર્ડ બ્રેક એ-1 ગ્રેડમાં આવ્યા હતા. ગત વર્ષે માત્ર 83 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં આવ્યા હતા. ગત વર્ષે 60.19 ટકા પરિણામ આવ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 જૂને મોડી રાત્રે પરિણામ જાહેર કરવાનો ફારસરૂપ નિર્ણય લઇને વાલી-વિદ્યાર્થીઓના આખીર રાત જીવ અધ્ધર કરી દીધા હતા. સ્કૂલ સમયે પરિણામ જાહેર કરવાની પરંપરા તોડીને કોરોનાકાળમાં હેરાન થયેલા વાલીઓ-વિદ્યાર્થીઓને તથા સ્કૂલ સંચાલકોને વધારે હેરાનગતિ કરી હતી.

રાત્રે 8 વાગ્યે પરિણામ જાહેર થવાની સાથે જ શરૂઆતના તબક્કે સાઇટ ક્રેશ થઇ ગઇ હતી. બોર્ડે પરિણામ તો જાહેર કર્યું હતું પરંતુ તે માત્ર સ્કૂલો જ જોઇ શકે તેવું હતું. સ્કૂલો દ્વારા પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને અપાશે. પરિણામ જાણવા અધીરા બનેલા વાલી-વિદ્યાર્થીઓએ રાત્રીના સમયે પ્રિન્સિપાલ-શિક્ષકોને ફોનનો સતત મારો ચાલુ થઇ ગયો હતો.

ત્રણ વર્ષમાં પહેલીવાર કોઇ જ નાપાસ નહીં
ગ્રેડ201920202021
A -120183703
A -2171414443133
B-1368532135681
B-2580547837752
C-1839669248402
C-2674356807438
D4518279743
E-1277786950
E-21050564860

આજે પરિણામ લેવા સ્કૂલો પર ધસારો થશે
​​​​​​​મંગળવારે બોર્ડ દ્વારા ધો.10નું રિઝલ્ટ ઓનલાઇન જાહેર કરાયું હતું. જેને પગલે બુધવારે પરિણામ લેવા માટે સ્કૂલો પર વાલીઓ-વિદ્યાર્થીઓ ઊમટી પડશે, જેના કારણે ધસારો થશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડી જશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ સ્લોટમાં પરિણામ લેવા માટે પણ અમુક શાળાઓ દ્વારા મોડી રાત્રે મેસેજ કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ તે મોટો પડકાર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...