• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Record Break 4 Lakh Devotees Flocked To Mahakali Darshan On 4th North, Most Of Them Were Seen Without Masks, Flags Of Social Distance Were Flown

પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર:પાંચમા નોરતે મહાકાળીના દર્શને રેકોર્ડ બ્રેક 4 લાખ માઇ ભક્તો ઉમટ્યા, લોકો માસ્ક વિના જ જોવા મળ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

વડોદરા5 દિવસ પહેલા
મોટી સંખ્યામાં ભક્તો આવતા પાવાગઢમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા
  • ભક્તોનો પ્રવાહ વધી જતા એક સમયે એસટી બસ સેવા બંધ કરવી પડી હતી

આસો નવરાત્રિના પાંચમા નોરતે આજે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે નવરાત્રિની સાથે સાથે રવિવાર હોવાથી રેકોર્ડ બ્રેક 4 લાખ લોકો ભક્તો ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવતા પાવાગઢમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા. જેના પગલે તંત્ર અસમંજસની સ્થિતિમાં મૂકાઇ ગયું હતું.

જય મહાકાળીના જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વહેલી સવારના 4 વાગ્યે માતાજીના મંદિરના દ્વાર ખુલ્લા મુકતાની સાથે જય મહાકાળીના જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માતાજીના ગત મોડી રાત્રીથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા આજે 4 લાખ જેટલા માઇ ભકતોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને વ્યસ્થિત રીતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી.

યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

એસટી બસ સેવા બંધ કરવી પડી
પંચમહાલ જિલ્લા કલેક્ટરના જાહેરનામાને પગલે ખાનગી વાહનો પર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી એસટીની ટ્રીપો વધારી દેવામાં આવી હતી. જોકે, યાત્રાધામ પાવાગઢ સાથે યાત્રિકોને એટલો બધો પ્રવાહ એટલો બધો વધ્યો હતો કે, એક સમયે એસટી વિભાગે યાત્રિકોને પાવાગઢ તળેટી બસ સ્ટોપથી માચી ડુંગર સુધી લઇ જતી એસટી બસ સેવા બંધ કરવી પડી હતી. જોકે, અડધા કલાક પછી એસટી બસ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી.

એક સમયે એસટી વિભાગે એસટી બસ સેવા બંધ કરવી પડી હતી
એક સમયે એસટી વિભાગે એસટી બસ સેવા બંધ કરવી પડી હતી

વાહનોની કતારો લાગી ગઇ
એસટી બસ વિભાગ દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ ગત રાત્રીના 12 વાગ્યાથી આજે રાત સુધીમાં અવિરત 55 એસટી બસ દોડાવવામાં આવી હતી. અને 2000 ટ્રીપ થઇ હતી. જેના કારણે એસટી વિભાગને આજે 11 લાખ રૂપિયાથી વધુની આવક થઇ છે. પાવાગઢમાં પંચાયતના પાર્કિંગ સહિત તમામ ખાનગી પાર્કિંગો ફૂલ થઇ જતા તળેટી બંને બાજુ વાહનોની કતારો લાગી ગઇ હતી.

પાવાગઢમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા
પાવાગઢમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા

800 પોલીસકર્મીઓ તૈનાત
નવરાત્રિને લઇને ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી પ્રતિ વર્ષની જેમ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને લઈ પોલીસ વિભાગ દ્વારા 800 પોલીસકર્મી સજ્જ બની યાત્રિક ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પોતાની ખાનગી સિક્યુરિટીથી સજ્જ બને યાત્રિકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

યાત્રિકોની સલામતી અને સુરક્ષાને લઈ પોલીસ વિભાગ દ્વારા 800 પોલીસકર્મી સજ્જ છે
યાત્રિકોની સલામતી અને સુરક્ષાને લઈ પોલીસ વિભાગ દ્વારા 800 પોલીસકર્મી સજ્જ છે

10 હજાર લોકોએ રોપ-વે સેવાનો લાભ લીધો
આજે નવરાત્રિના પાંચમા​​​​​​​ નોરતે યાત્રિકો લાખોની સંખ્યામાં ઉમટી પડી હોવા છતાં કોઈ અનબનાવ બન્યો ન હતો. જોકે કેટલાક લોકો પોતાના પરિવારથી છૂટા પડી ગયા હોવાનો બનાવ બન્યા હતા. પરંતુ પોલીસોએ ઠેર ઠેર પોઈન્ટ ગોઠવેલા હોવા ને કારણે છુટા પડી ગયેલા પરિવારોને એકત્રિત કર્યા હતા. પાવાગઢ ડુંગર પર આવેલી રોપ-વે સેવા વહેલી સવારે 4 શરૂ કરવામાં આવી હતી અને 10 હજાર લોકોએ લાભ લીધો હતો. આજે ચોથા નોરતે પણ રોપ વેની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી.

4 લાખ જેટલા માઇ ભકતોએ માતાજીના દર્શનનો લાભ લીધો
4 લાખ જેટલા માઇ ભકતોએ માતાજીના દર્શનનો લાભ લીધો

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...