તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુરમાં જીપે અડફેટે લેતાં બાળકનું મોત થયું હતું
  • RTO ઇન્સ્પેક્ટરે જીપનું ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ સોંપ્યો

માંજલપુરમાં શનિવારે મોડી રાત્રે સર્જાયેલા હિટ એન્ડ રનના બનાવમાં માંજલપુર પોલીસે કાર ચલાવનાર દેવુલ ફૂલબાજેની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે તેના ડ્રાઇવિંગ લાઇસન્સ અંગેની વિગતો મેળવી આગળની કાર્યવાહી કરી હતી.

માંજલપુર રોડ પર હિટ એન્ડ રનની શનિવારે ઘટના બની હતી. જેમાં જીપચાલકે સ્કૂટર પર જઈ રહેલા ભાઈ-બહેનોને ટક્કર મારતાંં 7 વર્ષના કવિશ પટેલનું મોત થયું હતું. આ ઘટનામાં માંજલપુર પોલીસે જીપ ચલાવનાર 19 વર્ષના દેવુલ ઘનશ્યામ ફૂલબાજે અટકાયત કરી હતી. પોલીસે તેના જરૂરી નમૂના લઈ તેને તપાસ અર્થે મોકલ્યા હતા, જેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. મંગળવારે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેની ધરપકડ કરી બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ઘટના પહેલાં તે ક્યાંથી ક્યાં જવા નીકળ્યો હતો અને જીપ લઈ કયા વિસ્તારમાં ગયો હતો, અકસ્માતની જગ્યાએ શું બન્યું અને તેની જીપ જે સ્થળે ડિવાઈડર પર ચઢી ગઈ ત્યાં સુધીની ઘટના પોલીસને કહી હતી. મંગળવારે આરટીઓમાંથી ઇન્સ્પેક્ટરે જીપનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો. દેવુલે લર્નિંગ લાઇસન્સની કોપી રજૂ કરી હતી. જેના ડેટા વેરિફિકેશન માટે આરટીઓમાં મોકલ્યા છે. જ્યારે સ્કૂટર ચલાવતી યુવતી પાસે લાઇસન્સ ન હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...