મનઘડત અર્થઘટન:15 મીટર ઊંચાઈ સુધીની વિકાસ મંજૂરી માટે ફેર વિચારણા જરૂરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્કિટેક્ટ એન્ડ એન્જિ. એસો. ગાંધીનગર પહોંચ્યું
  • જીડીસીઆરના નિયમોનો વુડા અને પાલિકામાં આડેધડ અર્થઘટનનો આક્ષેપ

સરકારના જીડીસીઆર 2017માં કેટલીક ખામી રહી ગઈ હોવાના આક્ષેપ સાથે બાંધકામ પરવાનગી માટે મનફાવે તેવું અર્થઘટન થઈ રહ્યું હોવાની રજૂઆત વડોદરાના આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિયેશન દ્વારા ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનર અને શહેરી વિકાસ સચિવને કરી હતી. વડોદરા આર્કિટેક્ટ અને એન્જિનિયર એસો.ના પ્રમુખ કિરીટ પટેલ સહિતના હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જીડીસીઆરના દરેક નીતિ-નિયમોનું અધિકારીઓ મનફાવે તેવું અર્થઘટન કરી રહ્યા છે.

વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એર પોલ્યુશન વિસ્તાર જાહેર કર્યો છે. જેમાં નીતિ નિયમો, કાયદાઓ તથા મળવાપાત્ર 30% ગ્રાઉન્ડ કવરેજમાં જરૂરી સુધારો કરવો જોઈએ, જેથી બિનઅધિકૃત બાંધકામ અટકાવી શકાય તેમ છે. ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમથી મેળવેલી બાંધકામ પરવાનગીના પ્રકરણ માટે સ્થાનિક કોર્પોરેશન અને વુડાની સિદ્ધાંતિક મંજૂરીના નામે થતી વિલંબની ખામી દૂર કરવી જોઈએ. સરકાર દ્વારા 15 મીટરની ઊંચાઈ સુધીના વિકાસ પરવાનગી માટે કરેલા પરિપત્રમાં ફેર વિચારણા કરી ઓનલાઈન તથા ઓફલાઈન બંને પ્રક્રિયા કાર્યરત કરાય.

અન્ય સમાચારો પણ છે...