તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માફી માગી:આર્ટસના વાઇસ ડીન સાથે ઉદ્ધત વર્તનના બનાવમાં અંતે સમાધાન

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોર્સ ઘટાડવાની માગ સાથે ABVPએ અણછાજતું વર્તન કર્યું હતું
 • માફી માગી હોવાની બાબતને અેબીવીપી દ્વારા નકારાઈ

એમ.એસ. યુનિવર્સિટીની અાર્ટસ ફેકલ્ટીના વાઇસ ડીન સાથે અસભ્ય વર્તન કરવાના બનાવમાં કમિટીની રચના કરવામાં અાવ્યા બાદ આજે એબીવીપીના વિદ્યાર્થીઅો કમિટી સમક્ષ હાજર થયા બાદ આખરે વિવાદનો અંત અાવ્યો હતો. અામ, સમાધાન થતાં હવે વિદ્યાર્થીઅો સામે કોઇ કાર્યવાહી કરવામાં નહી અાવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 50 ટકા સિલેબસ ઘટાડવાની માગણી સાથે આવેલા એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ તાજેતરમાં ભારે હંગામો કરી આર્ટસ ફેકલ્ટીના વાઇસ ડીન હિતેશ રાવ્યા સાથે અણછાજતું વર્તન કરી ઘેરાવો કરી વાઇસ ડીનની ઓફિસ બંધ કરી દીધી હતી. અા બનાવના મ.સ. યુનિવર્સિટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને અાખરે તપાસ માટે કમીટીની રચના કરવામાં અાવી હતી.

અાજે કમિટી સમક્ષ વિદ્યાર્થી નેતાઅો હાજર થયા હતા અને બન્ને પક્ષે વાતચીત થયા બાદ અા પ્રકરણમાં સમાધાન થયું હોવાનું જાહેર કરવામાં અાવ્યું હતું. જો કે, સમાધાનમાં શું થયું ? તે બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં અાવી ન હતી. શું વિદ્યાર્થીઅોઅે ઘટના અંગે માફી માગી છે ? તેવું પુછવામાં અાવતાં અેબીવીપીના અગ્રણી નિશીથ વરિયાઅે અમે કોઇ માફી માગી નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. બીજી તરફ ફેકલ્ટી ડીન દ્વારા વિદ્યાર્થીઅો સાથે સમાધાન થઇ ગયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો