તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:અશાંતધારામાં શહેરના 3 વિસ્તાર સમાવવા ભલામણ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાયલી સહિતના વિસ્તારના રહીશોએ માગ કરી હતી
 • મહેસૂલ મંત્રીએ આ અંગે ગૃહમંત્રીને પત્ર લખ્યો

તાજેતરમાં શહેરના ભાયલી ટીપી 1 થી 5 નો વિસ્તાર અને અટલાદરા અને સનફાર્મા રોડ પરની સોસાયટીઓમાં લઘુમતી કોમના પરિવારોને મકાન વેચવાના મામલે ઘર્ષણ ઊભું થયું હતું. જેના કારણે સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવા માટેની માગણી ઉઠાવવામાં આવી છે. સ્થાનિક રહીશોની માગણીને ધારાસભ્ય સીમા મોહિલે દ્વારા ગૃહમંત્રી સુધી પહોંચાડવામાં આવી હતી. જ્યારે બીજી તરફ મહેસૂલ મંત્રીએ પણ ભાયલી, અટલાદરા અને સનફાર્મા રોડના વિસ્તારને અશાંતધારામાં સામેલ કરવા માટે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલ દ્વારા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના અકોટા વિસ્તારમાં આવતા કોર્પોરેશનની હદમાં સમાવેશ થયેલા નવા ભાયલી વિસ્તાર ટીપી 1 થી ટીપી 5નો વિસ્તાર અને જે.પી. રોડ પોલીસ સ્ટશન અને ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અટલાદરા, સનફાર્મા રોડ હેઠળના તમામ વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવા ધારાસભ્ય સીમાબેન મોહિલે તરફથી ભલામણ મળી છે.

જે અંગે કાર્યવાહી કરવા ભલામણ છે. આ પહેલાં ઉપરોક્ત વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવા માટે અકોટાનાં ધારાસભ્ય સીમાબેન મોહિલે દ્વારા પણ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો