કમિટીનો રિપોર્ટ:MSU-વિદેશી યુનિ.માં સાથે અભ્યાસ માટે ટ્વિન કોર્સ શરૂ કરવાની ભલામણ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • MSUના શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા પ્રયાસ

MSU વિદેશની વિવિધ યુનિવર્સિટી સાથે જોડાણ કરશે. નવી શિક્ષણ નીતિ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે યુનિ.નું શિક્ષણ લઇ જવા બનાવેલી કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો. MSUનું આંતરરાષ્ટ્રીય સ્તર પર જોડાણ કરાશે. વિદેશી યુનિ. સાથે જોડાણ કરીને વિવિધ અભ્યાસક્રમ ચલાવવા સહિત એક સાથે બંને યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકાય તે પ્રકારે ટ્વિન કોર્સ શરૂ કરવા ભલામણ કરાઈ છે. કમિટીની ભલામણો પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે જે યુનિવર્સિટી કે કોલેજ સાથે જોડાણ કરાય ત્યાંના શિક્ષકોને MSUમાં બોલાવાશે.

વિવિધ પ્રોજેક્ટ હેઠળ વિદેશી વિદ્યાર્થીને MSUમાં અને MSUના વિદ્યાર્થીઓને પણ વિદેશ મોકલવાનું પણ આયોજન કરાશે. ઉપરાંત ડિજીટલ ક્લાસ રૂમ બનાવાશે. કોઇ વિદ્યાર્થી અડધો કોર્સ MSUમાં કરે અને બાકીનો અભ્યાસ જે વિદેશી યુનિ. સાથે કરાર થયો હોય ત્યાં કરે તેવી સિસ્ટમ ગોઠવવા વિચારણા કરાઇ હતી. જેમાં ડિગ્રીમાં બંને યુનિવર્સિટીનો ઉલ્લેખ થાય તેવો કરાર કરાય તે દિશામાં પ્રયાસ કરવા સૂચન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...