તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદારોનું શક્તિ પ્રદર્શન:માણેજામાં જનાક્રોશ પારખી જઇ ભાજપના ઉમેદવારોએ ફેરણીનો રૂટ અડધેથી બદલ્યો

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
માણેજાના લોકોએ ભાજપના ઉમેદવાર જય રણછોડની ગાડી જોઇ હાય..હાય..ના નારા લગાવ્યા હતા. - Divya Bhaskar
માણેજાના લોકોએ ભાજપના ઉમેદવાર જય રણછોડની ગાડી જોઇ હાય..હાય..ના નારા લગાવ્યા હતા.
 • સ્થાનિકોનું ટોળું ભેગું થતાં ઉમેદવોરોએ દૂરથી તમાશો જોયા બાદ વાહનો બીજા વિસ્તાર તરફ દોડાવી મૂક્યાં

પાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રવિવારે મોટાભાગના વિસ્તારોમાં પ્રચાર શરૂ થયો હતો. જેમાં માણેજામાં પ્રચાર માટે નીકળેલા વોર્ડ 18ના ભાજપના ઉમેદવારોને જન આક્રોશનો ભોગ બનવું ન પડે તે માટે ફેરણી નહીં રોકી ડીજેને પરત મોકલી રૂટ બદલી નાખ્યો હતો. ચૂંટણી તા.21મીએ યોજાનાર છે અને જાહેરમાં પ્રચાર કરવા શુક્રવાર સુધીનો સમય છે.

પાલિકાના વૉર્ડ નં.18ના ભાજપના ઉમેદવારો કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ, સુરુતાબેન પ્રધાન,કેતન પટેલ અને ભારતીબેન ભદ્રેસરા રવિવારે ફેરણી માટે માણેજા પહોંચ્યા હતા અને વાહન રેલી પણ કાઢી હતી. આ ટાણે ભાજપના જૂના કાર્યકરો સહિતના સ્થાનિક રહીશોનું ટોળું ભેગું થયું હતું.

આ વિસ્તારમાં સ્મશાન સુધી રસ્તો નથી, આવાસોમાં વીજળીનો પ્રશ્ન જેવા મામલે ચર્ચા ચાલતી હતી અને તેના માટે ફરી એક વખત ઉમેદવારોનું ધ્યાન દોરવા નક્કી કરવામાં આવ્યું હતું. જોકે માણેજાના રહીશો વિરોધ કરશે અને રજૂઆતોનો મારો કરશે, તેવા ડરથી વોર્ડ નં. 18 ઉમેદવારોના પ્રચાર માટે નીકળેલાં વાહનો ત્યાં પ્રચાર કરવાને બદલે સીધા રાજનગર તરફ રવાના થઈ ગયા હતા.

ભાજપના ઉમેદવાર જય રણછોડનો લોકોએ હુરિયો બોલાવાયો
ભાજપની વોર્ડ 19ની પેનલ રવિવારે સમર્થકો સાથે માણેજા ગામ નજીક લોક સંપર્કમાં નીકળી હતી. જોકે માણેજાના લોકો વિરોધ માટે એકઠા થતાં ભાજપના ઉમેદવારો અને સમર્થકોએ ગામમાં ફેરણી કરવાનું ટાળી ત્યાંથી આગળ રાજનગર જવા નીકળ્યા હતા. દરમિયાન માણેજા ગામ નજીકથી જીપમાં પસાર થઈ રહેલા ભાજપના ઉમેદવાર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડનો એકત્ર થયેલા લોકોએ હુરિયો બોલાવી હાય... હાયના નારા લગાવ્યા હતા.

હું 32 વર્ષથી ભાજપનો કાર્યકર હતો પણ કામ નથી થતાં એટલે વિરોધ કરવો પડે છે
હું 32 વર્ષથી ભાજપનો કાર્યકર હતો. નાછૂટકે અમારે હવે વિરોધ કરવો પડી રહ્યો છે. માણેજામાં સ્મશાનમાં જવાનો રસ્તો ન હોવા ઉપરાંત દૂષિત પાણી અને આવાસ યોજનામાં છેલ્લા 2 મહિનાથી વીજળી નથી. વર્ષ 2017માં આશ્વાસન આપ્યા હતા પણ તે પોકળ સાબિત થયા હતા. > ગોવિંદ ઠાકોર, સ્થાનિક અગ્રણી

અમે ભાજપનો વિરોધ કરવાની સાથે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીએ છીએ
માણેજા કોંગ્રેસનો ગઢ હતો, તેમાં ગાબડું પાડી ભાજપને સીટ જીતાડી શરૂઆત કરી હતી. કોઈ નોટિસ વિના સંતોષી નગર તોડ્યું. અસુવિધાવાળી આવાસ યોજનામાં 5 લાખ વીજ ફટકાર્યું. 2 મહિનાથી અમે અંધારામાં રહીએ છીએ. અમે ભાજપનો વિરોધ કરીએ છીએ અને ચૂંટણીમાં પણ બહિષ્કાર કરીએ છીએ. > નગીન ઠાકોર, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો