તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:કોરોના વચ્ચે વડોદરામાં રીયલ એસ્ટેટમાં તેજી,ગત વર્ષની તુલનામાં આ વર્ષે માત્ર ચાર મહિનામાં જ 45 % દસ્તાવેજો નોંધાયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020માં સમગ્ર વર્ષમાં 78,974 દસ્તાવેજોની નોંધણી, જ્યારે 2021ના એપ્રિલ સુધીમાં 35,852 દસ્તાવેજો નોંધાયા
  • 2020માં સૌથી વધુ 16,952 અને 2021માં પણ 7910 દસ્તાવેજ અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા

કોરોના મહામારીમાં રીયલ એસ્ટેટ સેક્ટરની ગતિ મંદ પડી ગઈ હતી. જોકે વર્ષ 2020ની તુલનામાં 2021ના પહેલા 4 મહિનામાં જ 45 ટકા દસ્તાવેજો સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020માં શહેર-જિલ્લાની કુલ 15 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 78,974 દસ્તાવેજોની નોંધણી થઈ હતી, જેની સામે વર્ષ 2021ના એપ્રિલ મહિના સુધીમાં 35,852 દસ્તાવેજો નોંધાઈ ચૂક્યા છે.

નોંધણી નિરીક્ષક અજયકુમાર ચારેલે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં કુલ 78,974 દસ્તાવેજોની સામે સરકારને રૂા.526 કરોડની આવક થઈ હતી. જ્યારે વર્ષ 2021ના 4 મહિનામાં જ 35,852 દસ્તાવેજોની નોંધણી સામે સરકારને રૂા.286 કરોડની આવક થઈ છે. વર્ષ 2020માં સૌથી વધુ 16,952 દસ્તાવેજ અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતાં, જેની સામે રૂા.137 કરોડની ફી મળી હતી.

બીજી તરફ વર્ષ 2021માં 4 મહિનામાં અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ 7910 દસ્તાવેજો નોંધાયા છે, જેની સામે સરકારને રૂા.66.36 કરોડની આવક થઈ છે. આમ બંને વર્ષમાં ભાયલી, બિલ સહિતના વિસ્તારમાં પ્રોપર્ટીનું વેચાણ વધુ થતાં અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ સૌથી વધુ દસ્તાવેજો નોંધાયા હતા.

2020

1 જાન્યુ.થી 30 એપ્રિલ 2021

કચેરીદસ્તાવેજસરકારને આવકદસ્તાવેજસરકારને આવક
વડોદરા 17796રૂ.42.75 કરોડ3353રૂ.18.34 કરોડ
વડોદરા 81217રૂ.25.48 કરોડ681રૂ.17.15 કરોડ
અકોટા16,952રૂ.137.91 કરોડ7910રૂ.66.36 કરોડ
ગોરવા10,555રૂ.82.93 કરોડ4598રૂ.48.83 કરોડ
બાપોદ13,483રૂ.76.19 કરોડ6103રૂ.36.32 કરોડ
છાણી5725રૂ.37.25 કરોડ2559રૂ.27.56 કરોડ
માણેજા2917રૂ.19.05 કરોડ1540રૂ.11.33 કરોડ
દંતેશ્વર5646રૂ.30.90 કરોડ2541રૂ.16.323 કરોડ
શિનોર831રૂ.1.52 કરોડ345રૂ.58.78 લાખ
કરજણ1911રૂ.10.54 કરોડ901રૂ.5.82 કરોડ
ડેસર316રૂ.86.33 લાખ125રૂ.23 લાખ
ડભોઈ2544રૂ.8.07 કરોડ1077રૂ.3.42 કરોડ
પાદરા2477રૂ.12.47 કરોડ1227રૂ.8.79 કરોડ
સાવલી1970રૂ.18.76 કરોડ825રૂ.12.44 કરોડ
વાઘોડિયા4634રૂ.21.38 કરોડ2067રૂ.12.82 કરોડ

ભાયલી, બિલ,માણેજા, કલાલી વિસ્તારમાં પ્રોપર્ટીની વધુ ખરીદી
અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિલ, ભાયલી, માણેજા, કલાલી, તાંદલજા સહિત 35 વિસ્તારોનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં પ્રોપર્ટીનું વેચાણ વધુ થતાં સતત બીજા વર્ષે અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં અન્ય 14 કચેરી કરતા વધારે દસ્તાવેજ નોંધાયા હતા.

2020માં 19 મેથી 22 જૂનમાં 4302 દસ્તાવેજો નોંધાયા હતા
મે 2020માં 15 સબ રજિસ્ટ્રાર કચેરીમાં 19 મેથી 22 જૂન દરમિયાન કુલ 4302 દસ્તાવેજોની નોંધણી થઇ છે. જેમાં રૂા.4.61 કરોડ ફી સ્વરૂપે, રૂા. 26.35 કરોડ ડ્યૂટી પેટે મળી કુલ રૂા. 30.96 કરોડની તંત્રને આવક થઇ હતી.

સિમેન્ટ-સ્ટીલના ભાવ 50 ટકા સુધી વધતાં લોકો પર બોજો વધ્યો
કોરોના મહામારીમાં પણ રેસીડેન્સીયલ પ્રોપર્ટીનું વેચાણ વધ્યું. જોકે કોવિડના કારણે જમીનના ભાવમાં કોઈ વધારો નથી થયો. પરંતુ સિમેન્ટ, સ્ટીલ સહિત કોમોડિટીમાં 30 થી 50 ટકાનો અનકંટ્રોલ ભાવ વધારો થયો છે. કોમોડિટીમાં ભાવ વધારો થતા આખરે તેનો બોજો મકાન ખરીદનાર પર આવ્યો છે. કોમોડિટી પર સરકારનો કોઈ કંટ્રોલ ન હોવાથી કોરોના મહામારી કન્સ્ટ્રક્શન કોસ્ટ વધતા આખરે મકાનોમાં પણ ભાવ વધારો થયો છે. > મયંક પટેલ, ઉપપ્રમુખ, ક્રેડાઈ

અન્ય સમાચારો પણ છે...