તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ કોરોના વોરિયર:વડોદરાના ભાજપના કોર્પોરેટર ફેરિયા જેવી ભૂમિકા ભજવીને લોકોને ઘરે ઘરે જઈ દવાનું વિતરણ કરે છે

વડોદરા11 દિવસ પહેલા
દવાનો થેલો ભરી ફેરિયાની જેમ ઘરે ઘરે દવાનું વિતરણ કરે છે.
  • સવારે આઠ વાગતાંની સાથે જ કોર્પોરેટર થેલો લઈને નીકળી પડે છે
  • છેલ્લા છ મહિનાથી કોરોના વોરિયર બનીને દવાનું વિતરણ કરે છે

કોરોના મહામારીમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઈ કામદાર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓ હોય કે પછી રાજકીય પક્ષના કાર્યકર્તાઓ ખુદ પોતાની રીતે લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય પવાર એક ફેરિયા જેવી ભૂમિકા ભજવીને લોકોને ઘરે ઘરે જઈ દવાનું વિતરણ તેમજ ધનવંતરી રથની સાથે રહી લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.

ધનવંતરી રથની સાથે રહી લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.
ધનવંતરી રથની સાથે રહી લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.

દવા વિતરણ અને લોકજાગૃતિનું કાર્ય અનોખી રીતે
કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક સમયથી સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ વગેરે સફળતાથી કાર્ય કરી રહ્યા છે તો બીજી બાજુ પોલીસ વિભાગે પણ લોકડાઉન દરમિયાન ખડેપગે રહી ફરજ બજાવી તો શહેરમાં સતત સ્વચ્છતા જળવાઈ રહે એ માટે સફાઇસેવકો પણ કામગીરી કરી રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ રાજકીય પક્ષના આગેવાનો દ્વારા લોકોને મદદરૂપ થવા અનાજની કિટ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે દરેક વ્યક્તિ કોરોના વોરિયર્સ બનીને પોતાનું યોગદાન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય પવાર તેમના વિસ્તારમાં સતત છેલ્લા છ મહિનાથી કોરોના વોરિયર બનીને દવાનું વિતરણ અને લોકજાગૃતિનું કાર્ય અનોખી રીતે કરી રહ્યા છે.

હાક લગાવી લોકોને ધનવંતરી રથ અંગે જાણ કરે છે.
હાક લગાવી લોકોને ધનવંતરી રથ અંગે જાણ કરે છે.

ખબર પૂછી જરૂરિયાતમંદોને દવાનું વિતરણ
કોરોના મહામારી દરમિયાન પ્રારંભમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય પવાર તેમના વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં સવારે આઠ વાગ્યાથી ફેરિયાની જેમ થેલામાં દવાનો જથ્થો ભરીને નીકળી પડતા હતા. ઘરે ઘરે સંપર્ક કરી ઘરમાં કોઈને તાવ-શરદી-ખાંસીની અસર છે કે કેમ તેવી ખબર પૂછી જરૂરિયાતમંદોને દવાનું વિતરણ કરતા હતા.

લોકોને કોરોના ટેસ્ટ કરાવવા જાગ્રત કરે છે.
લોકોને કોરોના ટેસ્ટ કરાવવા જાગ્રત કરે છે.

ફેરિયાની જેમ જોરથી હાક લગાવી લોકોને ધનવંતરી રથ અંગે કહેતા
થોડા સમય બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધનવંતરી રથની સુવિધા શરૂ કરવામાં આવી તેની સાથે કોર્પોરેટર વિજય પવાર જોડાઈ ગયા અને તેમના વિસ્તારમાં જ્યાં રથ ગલીમાં પહોંચી શકે તેમ હોય નહીં ત્યાં મુખ્ય રસ્તા પર રથ ઊભો રાખી તેઓ તમામ ગલીમાં જઈને ફેરિયાની જેમ જોર જોરથી હાક લગાવી લોકોને ધનવંતરી રથ આવ્યો છે અને એન્ટિજન ટેસ્ટ કરાવી જરૂરી દવાઓ મેળવી લો, તેમ જણાવી લોકોને માહિતી આપતા રહ્યા છે. તેમના વિસ્તારમાં કોરોનાગ્રસ્ત દર્દી હોય તેમના ઘરે જઈને સેનિટાઈઝર તેમજ ઘરની અન્ય વ્યક્તિઓના પણ કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો