તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા અનલોક:આજથી શરૂ થશે રીયલ ક્લાસરૂમ સ્ટડી, રીસેસ નહીં પણ બ્રેક મળશે

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરવાનગી તો મળી પરંતુ , ધોરણ-6 થી 8ના નાના બાળકોને વાલીઓ કોરોનાના ડરથી શાળાએ મોકલવાની અસમંજસમાં

રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8નો આજથી અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. જેને લઈને શિક્ષકો તેમજ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. સ્કૂલો શરૂ થાય તે પહેલા વાલીઓ પાસેથી બાળકોને સ્કૂલે મોકલવા માટે સંમતિપત્ર લેવાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 11 મહિનાથી ઓનલાઇન શાળા હોવાથી બાળકો ઘરેથી જ ભણતા ત્યારે બાળકોએ હોબિઝ માટે સમય ફાળવ્યો હતો.

શિક્ષકો જણાવ્યું હતું કે, બાળકોએ ઘરે ઓનલાઇન અભ્યાસ કરવાની સાથે તેમની માતાને ઘરકામમા મદદ કરી, આર્ટ અને ક્રાફ્ટથી વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખ્યા, ગાર્ડનિંગ અને રીડિગની આદત પણ કેળવી. જ્યારે બાળકોએ જણાવ્યું કે ઓનલાઇન સ્કૂલને લીધે થાક ઓછો લાગતો હોવાથી અનેક પ્રવૃત્તિઓ કરી શક્યા હતા.

વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય અને શાળાના સંચાલકોએ તેમની વાત રજૂ કરી

સ્કેટિંગ સાથે રુબિક ક્યુબ સોલ્વ કર્યું
ઓનલાઇન ભણતરની સાથે મે ડ્રોઇંગ માટે ઘણો સમય ફાળવ્યો. ગણેશ ઉત્સવમાં ગણેશજીની ઝૂમ મિટીંગ ચાલતી હોય તેવુ ચિત્ર બનાવ્યું હતું. સ્કેચપેનથી ડોટ પેઇન્ટિંગ કર્યું અને સ્કેટિંગ કરતા સમયે રુબિક ક્યુબ પણ સોલ્વ કર્યું. જ્યારે ઓફલાઇન શાળા ચાલતી હતી ત્યારે સમય મળતો ન હતો કારણકે થાક લાગતો હતો. મમ્મીને પણ કિચનમાં મદદ કરી શકતો હતો. - વત્સલ પટેલ, ધો. 7, અંબે સ્કૂલ

સમય મળતો ત્યારે ડ્રોઇંગ કરવા બેસી જતો
શાળામાં ઓનલાઇન ઘણી એક્ટિવિટી કરાવતા હતા. મને પેઇન્ટિંગ અને ક્રાફ્ટનો શોખ છે. સમય મળતો ત્યારે ડ્રોઇંગ કરવા બેસી જતો. મમ્મીને પણ ઘરકામમાં ઘણી મદદ કરતો. ઓફલાઇન ભણવાનુ ઘણુ મિસ કર્યું પરંતુ ઘરે ઓનલાઇન ભણતરમાં ઘણુ શિખવા મળ્યું. ઓનલાઇન વીડિયો જોઇને ઘરે જ ગાર્ડનિંગ માટેની ટીપ્સ શીખીને નવો શોખ વિકસાવ્યો. - પાર્થ ઠક્કર, ધો 8, ઉર્મિ સ્કૂલ, સમા સાવલી

કોરોનાને કારણે બાળકો વિવિધ રોગની માહિતી જાણવા ઉત્સુક થયા
બાળકોએ ઓનલાઇન અભ્યાસ દરમિયાન ઘણી સારી આદતો કેળવી છે. સ્કૂલ અને ક્લાસ આવવા જવાનો સમય બચે છે માટે પ્રવૃત્તિઓ માટે સમય ફાળવ્યો. બાળકો માતાને ઘરકામમા મદદ કરતા થયા.વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખ્યા, ગાર્ડનિંગ અને રિડીંગની આદત પણ કેળવી. હોમ ગાર્ડિનિંગના વિડીયોઝ પણ શેર કરે છે અને કોરોનાને કારણે અન્ય બીજા રોગ વિશે પણ ઓનલાઇન માહિતી સર્ચ કરતા થયા. - રૂપલ ધ્રુવલ, શિક્ષિકા, ઉર્મિ સ્કૂલ, સમા સાવલી

​​​​​​​રીક્ષા-વેન ચાલકોએ ભાડંુ બમણંુ કર્યું
સરકારે શાળા શરૂ કરવાની ગાઇડલાઇન આપી, પરંતુ વેન અને રીક્ષામાં કેટલા બાળકને બેસાડવા તેની નિર્દેશિકા જાહેર કરી નથી. વેન અને રીક્ષા વાળાએ 11 મહિનાથી શાળા ચાલુ ન હોવાથી ભાડુ બમણુ કર્યું છે તેથી આર્થિક રીતે વાલીઓને તકલીફ પડે છે. ફક્ત 4 પીરિયડ માટે શાળા ઓફલાઇન શરૂ કરવાની પરવાનગી આપી છે તેથી વાલીઓ બાળકોને શાળાએ માકોલવા કે નહી તેની અસમંજસમાં છે. CMને કોરોના પોઝિટીવ આવતા 4 સમંતિ પત્ર રદ્દ થયા. - પરેશ શાહ, આચાર્ય, અંબે સ્કૂલ

750 વિદ્યાર્થીઓ પૈકી 1 સમંતિ પત્ર આવ્યો
શાળા શરૂ કરવા માટે હજુ વાલીઓનો સમંતી પત્ર મંગાવ્યો છે. ધો. 9 થી 12 ના 80 વિદ્યાર્થીઓ ફક્ત પ્રેક્ટિકલ માટે જ શાળાએ આવે છે. જ્યારે ધો 6 થી 8 ના 750 વિદ્યાર્થીઓ પૈકી ફક્ત કાલ સવાર સુધી 1 જ વાલીનો સમંતી પત્ર આવ્યો હતો. અમે સોમવાર સુધી વાલીઓના સમંતિ પત્રની રાહ જોઇશુ ત્યારબાદ જ શાળા ખોલવાનું આયોજન છે. ધો. 6 થી 8 ના વધુ વિદ્યાર્થીઓ આવે તેમ લાગતુ નથી. - જયેન્દ્ર શાહ, સંચાલક, બ્રાઇટ સ્કૂલ, કારેલીબાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો