વાંચન અભિયાન:વાંચન જાગૃતિ અને માઇક્રો ઇમપ્રુવમેન્ટ પ્રોજેકટ અન્વયે ભાદરવા સીઆરસી હેઠળની16 શાળાઓમાં વાંચન અભિયાન યોજાયું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે વાંચન જાગૃતિ અને માઇક્રો ઇમપ્રુવમેન્ટ પ્રોજેકટ અન્વયે શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા 100 દિવસનું વાંચન અભિયાન યોજવામાં આવ્યું છે. સમગ્ર શિક્ષા એસપીઓ અને જિલ્લા પ્રોજેકટ કચેરી વડોદરાના માર્ગદર્શન હેઠળ ભાદરવા સીઆરસી દ્વારા ભાદરવા સીઆરસી હેઠળની 16 શાળાઓમાં વાંચન અભિયાન યોજવામાં આવ્યું હતું.

જાન્યુઆરી-2022થી એપ્રિલ-2022 દરમિયાન બાલવાટિકાથી ધો.8 સુધીના વિદ્યાર્થીઓ માટે 100 દિવસ અને 14 અઠવાડિયાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. આ આયોજનના ભાગરુપે શાળા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરવા સાથે વાંચન અભિયાન હેઠળ સાપ્તાહિક પ્રવૃત્તિઓને માઇક્રો ઇમપ્રુવમેન્ટ પ્રોજેકટ દિક્ષા પોર્ટલના માધ્યમથી અમલી કરવામાં આવ્યું હતું

ભાદરવા સીઆરસી કો-ઓર્ડિનેટર મુકેશ શર્મા દ્વારા વાંચન અભિયાનના અહેવાલ, ફોટો, વીડિયો, વિદ્યાર્થીઓ, વાલીઓના પ્રતિભાવ, સાફલ્ય ગાથા, દિક્ષા પોર્ટલ પર ઉનાળું વેકેશન પહેલા વિગતો અપલોડ કરવા માર્ગદર્શક બેઠક યોજવામાં આવી હતી. કોવિડ-19ની મહામારી બાદ 100 દિવસ માટે લર્નિંગ લોસ અને વિદ્યાર્થીઓની મનોમાવજત થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવા સ્કુલ ઓફ એક્સલન્સ શાળાના મુખ્ય શિક્ષક મૌલિક પટેલ તથા ગ્રૃપ આચાર્ય બાબુલાલ ચૌધરીએ જણાવ્યું હતું. સરકારી શાળા - બેઠક શાળાઓમાં પ્રોજેકટની અસરકારકતાથી ખાનગી શાળાઓના બાળકોનો સરકારી શાળામાં પ્રવેશ માટે ધસારો રહેશે.

અન્ય સમાચારો પણ છે...