તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વિદેશ જતા વિદ્યાર્થીઓનું આજથી ફરી વેક્સિનેશન

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાએ મંગળવારે રસીકરણમાં રજા રાખી હતી

વિદેશ જનારા વિદ્યાર્થીઓના રસીકરણમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે બીજા દિવસે રજા રાખી હતી. 250 ઉપરાંત વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આરોગ્ય વિભાગ મુજબ હવે બુધવારે રસીકરણ કરાશે. જ્યારે મંગળવારે 18 થી 44 વર્ષના 7964 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો અને 45થી ઉપરના 1679 લોકોએ પ્રથમ અને 110 લોકોએ બીજો ડોઝ લીધો હતો.બીજી તરફ શહેરમાં કોવેક્સિન નહીં આવતાં બીજા ડોઝનું વેક્સિનેશન શરૂ થઈ શક્યું નથી.

28 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હતો, જે 4 તારીખે ડ્યૂ થતું હતું, પરંતુ 8 તારીખ થવા છતાં રસી આવી નથી. આગામી કેટલા દિવસ બાદ રસી આવશે તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ માહિતી નથી. 4થી 8 વીક બીજો ડોઝ લેવાનો હોવાથી ચિંતાનો વિષય ન હોવાનું આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું. વિદેશમાં કોવેક્સિન માન્ય ન હોવાથી વિદેશ જતા વિદ્યાર્થીઓને આ અંગે ચિંતા નથી.

અન્ય સમાચારો પણ છે...