તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:MSUમાં અધ્યાપકોની 154 જગા માટે રિ- ઇન્ટરવ્યૂ કરાશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળ પહેલાં અટકી ગયેલી ભરતી ફરી શરૂ કરાશે
  • અગાઉ 682 જગા પૈકી 80 અધ્યાપકોની નિમણૂક કરાઇ હતી

મ.સ. યુનિવર્સિટીમાં કોરોના કાળ પહેલા અટકી ગયેલી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરાશે. 682 પોસ્ટોમાંથી 70 થી 80 જગ્યા ભરાઇ હતી. 154 ઉમેદવારો લાયક ના હોવાથી આ પોસ્ટો પર રી-ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરાશે. યુનિ.માં 2019 માં રાજય સરકાર દ્વારા 682 અધ્યાપકોની જગ્યા ભરવા મંજૂરી આપી હતી જેમાં યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયા દરમિયાન 70 જેટલી જગ્યાઓ પર ભરતી કરાઇ હતી.

ત્યારબાદ કોરોના કાળ આવતાં ભરતી પ્રક્રિયા અટકી હતી. જોકે હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો હોવાથી 682 પૈકી 154 જગ્યાઓ પર લાયક ઉમેદવારો મળ્યા ના હોવાથી આ તમામ પોસ્ટો ફરીથી પ્રક્રિયા કરાશે. આ ઉપરાંત બે વર્ષના સમયગાળામાં ઘણા અધ્યાપકો નિવૃત્ત થયા છે. જે જગ્યાઓ ખાલી પડી છે તેના પર પણ ભરતી પ્રક્રિયા કરાશે.

જે પોસ્ટો પર લાયક ઉમેદવારો મળ્યા નથી તે તથા નિવૃત્ત થયેલા અધ્યાપકોની જગ્યા મળીને કુલ 205 જેટલી પોસ્ટ પર ભરતી પ્રક્રિયા કરાશે. યુનિ.માં છેલ્લા કેટલાય સમયથી અધ્યાપકોની જગ્યા ખાલી છે જે પુન: ચાલુ કરીને વહેલી તકે નવા સત્રમાં નવા અદ્યાપકોની ભરતી કરાશે.

અન્ય સમાચારો પણ છે...