આયોજન:આર.સી. દત્ત રોડ પર બીઓબીની બાજુમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની બેઠકમાં ડેમોન્સ્ટ્રેશન રૂપે અન્ય શહેરનાં પાર્કિંગ બતાવાયાં
  • ​​​​​​​શહેરના જે વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધુ હશે તેવા વિસ્તારને ઓળખી મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન કરાશે

પાલિકા દ્વારા શહેરમાં સરવે કરીને જ્યાં ટ્રાફિક વધુ હશે તે સ્થળો પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા માટે તૈયારી હાથ ધરાઈ છે. પાલિકાના અધિકારીઓ દ્વારા સોમવારના રોજ પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હાલ અલકાપુરી-આર.સી. દત્ત રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનું નક્કી કરાયું છે. જેથી આવનાર દિવસોમાં શહેરમાં પાર્કિંગની સમસ્યા દૂર થશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેના નિરાકરણ માટે નવાં પગલાં વિચારવાં પડશે. જેના ભાગરૂપે કેટલાક પોઈન્ટ વધારે ટ્રાફિક છે, લોકોની અવર-જવર વધારે છે અને પાર્કિંગની સમસ્યા છે, તેવા વિસ્તાર ઓળખીને સ્માર્ટ સિટીના ભાગમાં બે જગ્યા પર મલ્ટી લેવલ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરાયું છે. જે વ્યવસ્થા માટે આગામી દિવસોમાં ટેન્ડર પણ બહાર પડશે. આ હેતુથી સોમવારે પાલિકાની બેઠક યોજાઈ હતી. જોકે હાલ પદમાવતી શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ બનાવવાની કોઈ વિચારણા નથી.

પાલિકાની સોમવારની બેઠકમાં સભ્યોને ડેમોન્સ્ટ્રેશન રૂપે મુંબઇ, પૂના સહિતનાં અન્ય શહેરોમાં બનેલાં મલ્ટીલેવલ પાર્કિંગ બતાવવામાં આવ્યાં હતાં. જેમાં પઝલ પાર્કિંગ, શટલ પાર્કિંગ, પરેલ પાર્કિંગ સહિતના મોડલ પણ બતાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આર.સી. દત્ત રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં જ્યાં પહેલાં બગીચો હતો તેની જગ્યા પર આ પાર્કિંગ બનશે.

70 કાર અને 150 ટુ વહીલર પાર્ક થાય તેવું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા હાલ વિચારણા ચાલી રહી છે. જ્યાં ટ્રાફિક વધુ હશે તે સ્થળો પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા માટે તૈયારી હાથ ધરાઈ છે. પાલિકાના અધિકારીઓ દ્વારા સોમવારના રોજ પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...