જૂથબંધી:અગોરાની દીવાલ મુદ્દેે રાવતે ફટાકડા ફોડ્યા,3 કોર્પોરેટરનુંં ફરી આંદોલન

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લડત ચાલુ રાખવા સભામાં મક્કતા બતાવી
  • ગ્રીન બેલ્ટમાં રજાચિઠ્ઠી આપ્યાનો આક્ષેપ: પુષ્પા વાઘેલાની ધરણાંની ચીમકી

અગોરા મોલ અંગે ફરી એક વખત વિવાદ પાલિકાની સભામાં ચમક્યો હતો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ગ્રીનબેલ્ટની જગ્યામાં બાંધકામ પરવાનગી કેવી રીતે અપાય તેવો સવાલ ઉઠાવીને આગામી સભામાં ફ્લોર પર ધરણાંની ચીમકી આપી હતી. જયારે 3 કોંગી કોર્પોરેટરે દિવાલ મુદે આંદોલન ચાલુ રાખવા મક્કમતા બતાવી હતી.

અગાઉ સભામાં મેયરે અગોરા મોલને આપેલી જગ્યામાં જ વોલ બનશે તેવી બાંહેધરી આપી હતી અને કોંગ્રેસના નેતા અમી રાવતે જીત ગણાવી હતી અને આતશબાજી પણ કરી હતી. આ સંજોગોમાં કોંગી કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ સભાના અધ્યક્ષ સ્થાને મેયર જે પણ બોલે કે જે પણ નિર્ણય જાહેર કરે તે પથ્થરની લકીર મનાય છે અને તે મુજબ જ તેમણે અગોરા મોલની દીવાલ મામલે દિવાળી બાદ કામગીરી થશે તેવી ખાતરી આપી હતી અને જે દબાણ છે તે સરકારી જગા પરત લેવા અંગે પણ ખાતરી આપી હતી તેવો દાવો કર્યો હતો.

આ રજૂઆત થતા જ ભાજપના કોર્પોરેટર અજિત દઘીચે કોંગ્રેસે ફટાકડા ફોડ્યા હતા અને અમીબેન ફ્લોર પરથી ઉભા થયા હતા તે વાત યાદ કરાવી હતી.પરંતુ પુષ્પા વાઘેલાએ અમે સમજોતા એક્સપ્રેસ ચલાવતા નથી તેવી ટકોર કરી હતી. આ રજૂઆતમાં મેયરે પણ દરમિયાનગીરી કરી હતી અને અગોરા મોલ ની દિવાલ બનાવવાનું કામ ચાલુ છે તેવી જાહેરાત કરી હતી અને દીવાલ બહારનો જે ભાગ છે જે સરકારી છે સરકારની રહેશે તેવી ખાતરી પણ આપી હતી.

પુષ્પા વાઘેલાએ ગ્રીનબેલ્ટની જગ્યામાં રજા ચિઠ્ઠી કેવી રીતે અપાય એવો સવાલ ઉઠાવ્યો હતો.આ મામલે ભૂતકાળમાં અધિકારીની બદલી થઈ હતી.કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જહાં દેસાઈએ પણ આ મામલે સમર્થન કર્યું હતું અને આંદોલન ચાલુ રહેશે એવી જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...