હડતાળ:જેલમાં જમવાની બાબતે કાચા કામના કેદીઓની ભૂખ હડતાળ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલની બહાર કેદીઓના પરિવારજનોએ રોષ ઠાલવ્યો

શહેરની સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીઓએ રવિવારે જમવાના મુદ્દે ઉહાપોહ કરીને ભુખ હડતાળ પર ઉતરી જતાં ચકચાર મચી ગઇ હતી.

સેન્ટ્રલ જેલની બહાર રહેલા કાચા કામના કેદીઓના પરિવારના સભ્યએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ગઇ કાલે જેલમાં તેમના ભાઇને મળવા ગયા ત્યારે ભાઇએ જણાવ્યું હતું કે જેલમાં અત્યારે યોગ્ય જમવાનું મળતું નથી અને ઠંડી શરુ થઇ ગઇ હોવા છતાં ધાબળા પણ મળતા નથી . જેલના જમવાનું યોગ્ય ના હોવાથી તમામ કાચા પાકા કામના કેદીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તેમણે રવિવાર ભુખ હડતાળ કરી હતી. અંદાજે 600થી વધુ કાચા કામના કેદીઓએ ભુખ હડતાળ કરી હતી. કેદીઓની ભુખ હડતાળ શરુ થઇ હોવાના સમાચાર જેલની બહાર આવી જતાં કેદીઓના પરિવારજનોમાં પણ રોષની લાગણી ફરી વળી હતી. અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે જેલ સત્તાધીશોએ જણાવ્યું હતું કે કેદીઓએ ભુખ હડતાળ કરી હતી પણ તેમને સમજાવટ બાદ મામલો થાળે પડયો છે.

અન્ય સમાચારો પણ છે...