ચૂંટણીલક્ષી બિઝનેસથી કમાણી:રતલામના વેપારી પિતા-પુત્ર વડોદરામાં દુપટ્ટા, બેઝ, ઝંડા, ટોપી, ડેમો EVM વેચીને 5 લાખની કમાણી કરશે

વડોદરા9 દિવસ પહેલા
40 વર્ષથી ચૂંટમીમાં વેપાર કરીને રતલામના વેપારી પરિવારનું ગુજરાન ચલાવે છે
  • વડોદરા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી રાજકીય પક્ષો ખરીદી કરવા આવે છે

છેલ્લા 40 વર્ષથી રતલામના વતની વિજયભાઈ જૈન રાજકીય પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાતા દુપટ્ટા, ટોપી, ઝંડા, બેઝ જેવી ચિજવસ્તુઓ વેચવાનો વેપાર કરે છે. ગુજરાતમાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ વડોદરામાં દુકાન શરૂ કરી છે. તેઓ માત્ર દોઢ માસમાં રૂપિયા 5 લાખ ઉપરાંતનો વેપાર કરશે. તેઓ જણાવે છે કે, દેશના વિવિધ રાજ્યોમાં આવતી ચૂંટણીમાં રાજ્યના મુખ્ય શહેરમાં સેન્ટર બનાવી દુકાન શરૂ કરીએ છે અને આસપાસના જિલ્લાના રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી વિવિધ ચિજવસ્તુઓ લઇ જાય છે.

કાર્યકરો છૂટક પણ લઇ જાય છે
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં છેલ્લા એક માસથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટેના દુપટ્ટા, ચિન્હો, ટોપી, ફ્લેગ, તોરણો, ડેમો માટેનું EVM જેવી વિવિધ 16 પ્રકારની ચિજવસ્તુઓનું છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરી રહેલા વિજયભાઇ જૈને જણાવ્યું હતું કે, અમારી દુકાનમાં વડોદરા શહેર-જિલ્લો ઉપરાંત છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી રાજકીય પક્ષનો કાર્યકરો વિવિધ ચિજવસ્તુઓ ખરીદવા માટે આવે છે.

ભાજપા, કોંગ્રેસ અને આદમી પાર્ટીનો સ્ટોક
ભાજપા, કોંગ્રેસ અને આદમી પાર્ટીનો સ્ટોક

મોટા જથ્થા માટે રાજકીય પક્ષો ઓર્ડર આપે છે
તેમણે જણાવ્યું હતું કે, આ વ્યવસાય અમે છેલ્લા 40 વર્ષથી કરી રહ્યા છે. મોટા રાજકીય પક્ષો જે ચિજવસ્તુઓ ઉપયોગમાં લે છે તે તમામ એટલે કે લગભગ 16 પ્રકારની ચિજવસ્તુઓ અમે વિવિધ ગૃહ ઉદ્યોગ કરતા કારીગરો પાસે બનાવડાવીએ છે. પચાસ ટકા ચિજવસ્તુઓ અમે જાતે બનાવીએ છે. આ વ્યવસાય દેશમાં લગભગ બારેમાસનો થઇ ગયો છે. દેશમાં વર્ષમાં એકા-દ ચૂંટણી આવીજ જતી હોય છે. કેટલાંક રાજકીય પક્ષો અમને ઓર્ડર આપીને વિવિધ ચિજવસ્તુઓ બનાવડાવે છે.

મતદાનના ડેમો માટે બેટરી સંચાલિત ઇ.વી.એમ.
મતદાનના ડેમો માટે બેટરી સંચાલિત ઇ.વી.એમ.

પુત્ર પણ આ વ્યવસાયમાં છે
વિજયભાઇ જૈને જણાવ્યું હતું કે, મારા આ વ્યવસાયમાં મારો પુત્ર વૈભવ પણ આવી ગયો છે. દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી હોય ત્યારેજ અમે મુખ્ય શહેરમાં જઇ દુકાન શરૂ કરીએ છે. અમે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં છેલ્લા એક માસથી દુકાન શરૂ કરી છે. આ દુકાન ચૂંટણી પૂરી થયા સુધી ચાલશે. દોઢ માસની દુકાનમાં અંદાજે રૂપિયા 5 લાખ ઉપરાંતનો વેપાર કરીએ છે. અમારી આજીવિકાનો આ મુખ્ય વ્યવસાય છે.

ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના ચિન્હો, દુપટ્ટા વિગેરે વેચી વેપાર કરતા પિતા-પુત્ર
ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના ચિન્હો, દુપટ્ટા વિગેરે વેચી વેપાર કરતા પિતા-પુત્ર

ચાર-પાંચ દિવસમાં ઓર્ડર પૂરો કરીએ છે
અમારી ત્યાં ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દુપટ્ટા, ટોપી, ઝંડા, બેઝ, ડેમો માટે બેટરી સંચાલિત EVM વિગેરે 16 જેટલી ચિજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. અમારી દુકાનમાં કાર્યકરો છૂટક લેવા માટે પણ આવે છે. ઉપરાંત વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઓર્ડ આપીને પણ દુપટ્ટા, ટોપી, બેઝ જેવી ચિજવસ્તુઓ બનાવડાવે છે. મુખ્યત્વે ગુજરાતની ચૂંટણીમાં ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. અન્ય કોઇ પત્ર અથવા અપક્ષ ઉમેદવાર પોતાને જોયતી ચિજવસ્તુઓ બનાવવા માટે ઓર્ડર આપે તો ચાર-પાંચ દિવસમાં બનાવી આપી દેઇએ છે.

અન્ય સમાચારો પણ છે...