તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રામાં પરંપરા તૂટશે:વડોદરામાં બપોરે 2:30 વાગ્યાના બદલે સવારે 9 વાગ્યે ભગવાન નગરચર્યાએ નીકળશે, 6 કલાકના બદલે માત્ર 2 કલાકમાં જ રથયાત્રા સંપન્ન કરી દેવાશે

વડોદરા15 દિવસ પહેલા
ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે 40મી રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે
  • વડોદરામાં 40મી રથયાત્રા પરંપરાગત રૂટ પર જ નીકળશે, પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે બપોરે 2:30 વાગે નગર ચર્યાએ નીકળવાને બદલે સવારે 9 કલાકે સ્ટેશન ખાતેથી પરંપરાગત માર્ગો ઉપર નગર ચર્યાએ નીકળશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સાથે રથયાત્રાને મંજૂરી આપવામાં આવતા રથયાત્રા બેથી અઢી કલાકમાં એટલે 11 કલાકે સંપન્ન કરી દેવામાં આવશે. ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે 40મી રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા ઈસ્કોન મંદિરના સંતો તેમજ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

રથયાત્રાનો સમય અને રૂટ નક્કી કરવા માટે બેઠક મળી
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપ્યા બાદ આજે ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાનો સમય અને રૂટ નક્કી કરવા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં મંદિરના સંતો, રાજ્યના મંત્રી યોગેશ પટેલ, પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મરેથોન ચર્ચા બાદ પરંપરાગત રીતે બપોરે અઢી વાગે સ્ટેશન ખાતેની નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર કરીને સવારે 9 કલાકે કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત રથયાત્રા 11 વાગ્યા સુધીમાં પરંપરાગત રૂટ ઉપર ફરીને બગીખાના ખાતે સંપન્ન કરવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાનો સમય અને રૂટ નક્કી કરવા માટે બેઠક મળી હતી
ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાનો સમય અને રૂટ નક્કી કરવા માટે બેઠક મળી હતી

બંને ડોઝ લીધા હશે તેમનો જ રથ ખેંચવાની ટીમમાં સમાવેશ કરાશે
ઇસ્કોન મંદિરના સંત નિત્યાનંદજીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 12 જુલાઇ અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવતા મંદિરના સંતો અને શહેરીજનોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. કોરોનાની મહામારીના કારણે રથયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રથને ખેંચવા માટે મંદિરના સેવકોની યાદી તૈયાર કરવામાં આવી છે. રથ ખેંચનાર તમામના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. તેમજ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેઓને જ રથ ખેંચવાની ટીમમાં સમાવેશ કરવામાં આવશે. સ્ટેશન ખાતેથી નીકળનાર રથયાત્રા દરમિયાન ભીડભાડ ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન રહેશે.

રથયાત્રા 11 વાગ્યા સુધીમાં પરંપરાગત રૂટ ઉપર ફરીને બગીખાના ખાતે સંપન્ન કરવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો
રથયાત્રા 11 વાગ્યા સુધીમાં પરંપરાગત રૂટ ઉપર ફરીને બગીખાના ખાતે સંપન્ન કરવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે
રાજ્યના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી ભગવાન શ્રી જગન્નાથની યાત્રા આ વખતે પણ નીકળશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સાથે રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા જે બપોરના સમયે નીકળતી હતી. તેના બદલે સવારે 9 વાગે નીકળશે. અને 11 વાગ્યા સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર જ નીકળશે.

રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર જ નીકળશે
રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર જ નીકળશે
અન્ય સમાચારો પણ છે...