બેઠક:રતનપુર, આમલિયારા, આમોદર ટીપીના ઇરાદાની દરખાસ્ત મંજૂર

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં આવતા પૂરનાં પાણીના ડાઇવર્ઝન માટે રજૂઆત

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં ખરીદીનું વિકેન્દ્રીકરણ વિસ્તારાયું છે અને 2 તબક્કામાં થતી ખરીદી હવે 4 લેયરમાંથી પસાર થશે. જેમાં 5 લાખથી વધુને બદલે 75 લાખથી વધુ ખરીદીની દરખાસ્ત વુડાના બોર્ડમાં રજૂ કરવી પડશે. આ સિવાય 3 ટીપી સ્કીમનો ઈરાદો મંજૂર કરાયો હતો. વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં ખરીદી કરવા માટેની વર્તમાન પદ્ધતિમાં ફેરબદલ કરીને 75 લાખ સુધીની ખરીદી માટેની સત્તા સમિતિને અને તેનાથી વધુ ખરીદી કરવાની સત્તા બોર્ડને આપવાની ભલામણ કરાઈ હતી. જેને બોર્ડ બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી.

શાલિની અગ્રવાલના અધ્યક્ષપદે મળેલી વુડાની બોર્ડ બેઠકમાં પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે શહેરના પૂર્વ વિસ્તારમાં ઠલવાતા વરસાદી પાણીના નિકાલ માટે હાઈવે પર ડાઈવર્ઝન ચેનલની પ્રક્રિયા કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત આ બેઠકમાં રતનપુર આમલીયારા અને આમોદર એમ ત્રણ ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. જ્યારે દુમાડ અને નિમેટા પંચાયતોને ઘન કચરાના નિકાલ માટે ઇ-રિક્ષા આપવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...