વડોદરાની ઓળખ લીલો ચેવડો:1938માં પહેલીવાર જગદીશનો લીલા ચેવડો બનાવનાર રતનલાલ 'રાજા' તરીકે ઓળખાતા, આજે ચેવડાના સ્વાદનો ચટાકો છેક અમેરિકા સુધી પહોંચી ગયો

વડોદરાએક મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
  • આ વર્ષે લીલા ચેવડો અને ભાખરવડીના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો
  • વડોદરામાં દિવાળીના તહેવારોમાં લીલો ચેવડો અને ભાખરવડી ખાવાની પરંપરા છે
  • અમેરિકામાં પણ લોકો લીલો ચેવડો ખરીદવા માટે લાઇનો લગાવે છે

'વર્ષ-1938માં મારા દાદા રાજા રતનલાલ કેશવલાલ કંદોઈએ વડોદરામાં લીલો ચેવડો બનાવવાની શરૂઆત કરી હતી. મારા દાદાએ તેમના નાના પુત્ર જગદીશના નામથી જગદીશ ફરસાણની 83 વર્ષ પહેલા શરૂઆત કરી હતી. વડોદરામાં શરૂ થયેલી લીલા ચેવડાની સફર આજે વિદેશમાં પહોંચી ગઇ છે. અમારો લીલો ચેવડો અમેરિકા, યુરોપ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં પણ પહોંચે છે'. આ શબ્દો છે જગદીશ ફરસાણના માલિક કલ્પેશભાઈ કંદોઈના..

વિદેશમાં પણ લીલો ચેવડો ખરીદવા લોકો લાઇનો લગાવે છે
દિવાળીના તહેવારોમાં રાજ્યભરમાં મીઠાઈ અને ફરસાણ ખાવાની પરંપરા છે, તેવી જ રીતે વડોદરા શહેરમાં દિવાળીના તહેવારોમાં લીલો ચેવડો અને ભાખરવડી ખાવાની પરંપરા છે, જોકે, હવે વડોદરા અને ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વડોદરાનો લીલો ચેવડો જાણીતો બન્યો છે અને અમેરિકામાં જગદીશ ફરસાણના 3 આઉટલેટ આવેલા છે, જ્યાં લીલો ચેવડો ખરીદવા માટે લોકોની લાઈનો લાગે છે.

જગદીશ ફરસાણના માલિક કલ્પેશભાઈ કંદોઈ
જગદીશ ફરસાણના માલિક કલ્પેશભાઈ કંદોઈ

દાદા રાજા રતનલાલના નામથી ઓળખાવા લાગ્યા
જગદીશ ફરસાણના માલિક કલ્પેશભાઈ કંદોઈએ જણાવ્યું હતું કે, મારા દાદા રતનલાલ કેશવલાલ કંદોઈ વડોદરાના રાજવી પરિવારના હલવાઈ હતા. જેથી મારા દાદાના નામની આગળ રાજા શબ્દ લાગી ગયો હતો અને મારા દાદા રાજા રતનલાલના નામથી ઓળખાવા લાગ્યા હતા. મારા દાદાએ 1938માં શરૂ કરેલી લીલો ચેવડો અને ભાખરવડીની પરંપરા તેમના પુત્રો પુષ્પવદનભાઈ અને ધીરજલાલે ચાલુ રાખી હતી.

વડોદરામાં દિવાળીના તહેવારોમાં લીલો ચેવડો અને ભાખરવડી ખાવાની પરંપરા છે
વડોદરામાં દિવાળીના તહેવારોમાં લીલો ચેવડો અને ભાખરવડી ખાવાની પરંપરા છે

લીલા ચેવડાનો સ્વાદ આખા દેશમાં પહોંચાડવાનું લક્ષ્ય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા પિતા અને તેમના ભાઈઓ જાતે જ લીલો ચેવડો અને ભાખરવડી સહિતની વસ્તુઓ બનાવતા હતા. તે સમયે અમે નાના હતા અને વહેલી સવારે ઊઠીને તેમને ફરસાણ બનાવવામાં મદદરૂપ થતા હતા. મારા દાદા શરૂ કરેલી લીલા ચેવડાની પરંપરા હવે અમે આગળ વધારી રહ્યા છીએ અને લીલા ચેવડાનો સ્વાદ આખા દેશમાં પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે

આ વર્ષે લીલા ચેવડો અને ભાખરવડીના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો
આ વર્ષે લીલા ચેવડો અને ભાખરવડીના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો

લીલા ચેવડો-ભાખરવડીના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના કાળ પછી હવે લીલા ચેવડો અને ભાખરવડીના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. કોરોના કાળની પહેલાની સરખામણીમાં હવે ખૂબ વેચાણ વધ્યું છે. અમે વર્ષે 70 કરોડનું ટર્નઓવર કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે વડોદરા શહેરની આસપાસ આઉટલેટ વધારીશું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકેમાં પણ અમે આઉટલેટ શરૂ કરવાની યોજના બનાવી છે.

વડોદરા અને ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વડોદરાનો લીલો ચેવડો જાણીતો બન્યો છે
વડોદરા અને ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વડોદરાનો લીલો ચેવડો જાણીતો બન્યો છે

લીલા ચેવડાનો ટેસ્ટ વર્ષોથી અકબંધ રહ્યો છે
જગદીશ ફરસાણના ગ્રાહક વિશાલ પટેલે જણાવ્યું હતું કે, હું નાનપણથી જ જગદીશનો લીલો ચેવડો ભાખરવડી ખાતો આવ્યો છું. મારા પરિવારમાં વર્ષોથી દિવાળીના તહેવારોમાં લીલો ચેવડો અને ભાખરવડી ખાવાની પરંપરા છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ અમે લીલો ચેવડો ખાઇએ છીએ. જગદીશ ફરસાણના લીલા ચેવડાનો ટેસ્ટ વર્ષોથી અકબંધ રહ્યો છે.

જગદીશ ફરસાણની શરૂઆતના સમયની તસવીર
જગદીશ ફરસાણની શરૂઆતના સમયની તસવીર
રતનલાલ કેશવલાલ કંદોઈ વડોદરાના રાજવી પરિવારના હલવાઈ હતા
રતનલાલ કેશવલાલ કંદોઈ વડોદરાના રાજવી પરિવારના હલવાઈ હતા
અન્ય સમાચારો પણ છે...