હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો:SSGમાંથી વૃદ્ધની ઉંદરોએ કોતરી નાંખેલી લાશ મળી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક સારવાર વિભાગ પાછળ મૃતદેહ હતો
  • હોસ્પિટલમાંથી મૃતદેહ મળતાં વિધાનસભામાં ચર્ચા

સયાજી હોસ્પિટલ પરીસરમાંથી બુધવારે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે હોસ્પિટલના પરિસરમાં 3 દિવસ મૃતદેહ કેવી રીતે પડી રહે છે તે મૃદ્દો વિધાનસભામાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રિટેન્ડટે જણાવ્યું કે ‘મૃતદેહ બુધવારે સવારે મળી આવ્યો છે, તેને પોસ્ટ મોર્ટમ માટે ખેસડી દેવાયો છે.’

બુધવારે પણ સવારે વૃદ્ધની લાશ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. મૃતદેહના પગ ઉંદર અને કુતરાએ કોતર્યા હતા અને આંખોમાં જીવાતો પડી હતી. મૃતદેહ તાત્કાલિક વિભાગની પાછળના ભાગમાંથી મળી આવતા તંત્ર દોડતું થયું હતું. આ અંગે બુધવારે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠ્યો હતો કે, સરકારી હોસ્પિટલોમાં આ રીતે મૃતદેહ મળી આવવો તે અનેક સવાલો ઉભા કરે છે.

જોકે સુપ્રિટેન્ડટએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે મૃતદેહ બુધવાર સવારે મળી આવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ બાદ હોસ્પિટલના તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા બુધવારે તાત્કાલિક વિભાગ અને તેની આજુબાજૂના પરીસર ચકાસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...