તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:વડોદરાના સાવલીમાં હવસખોરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી બે મહિનામાં અલગ-અલગ સ્થળોએ બળાત્કાર ગુજાર્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાએ નરાધમને મળવાનું બંધ કરી દેતા અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું મહિલાએ સાવલી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને અપરહણની ફરિયાદ નોંધાવી

વડોદરા જિલ્લાના સાવલીમાં પરિણીતા સાથે આંખ મળી જતાં છેલ્લા બે માસથી જાનથી મારી નાંખવાની ધમકી આપીને અલગ-અલગ સ્થળે લઇ જઇ હવસખોર બળાત્કાર ગુજારતો હતો. બે દિવસ પહેલા હવસખોરે પરિણીતાનું કારમાં અપહરણ કરી લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન હવસખોરના શારીરિક અને માનસિક ત્રાસથી ત્રાસી ગયેલી પરિણીતાએ આખરે હવસખોર સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો
સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સાવલીમાં નરવતસિંહ રાવજીસિંહ ગોહિલ(ઉ.37) રહે છે. તેને તેના જ ફળિયામાં રહેતી 35 વર્ષની યુવાન પરિણીતા સાથે આંખો મળી ગઇ હતી. પરિણીતા સાથે આંખો મળી જતાં પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને અલગ-અલગ જગ્યાએ લઇ જતો હતો અને તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારતો હતો.

મહિલાએ મળવાનું બંધ કરી દેતા નરાધમે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું
પરિણીતાએ હવસખોર નરવતસિંહ ગોહિલને મળવાનું બંધ કરી દીધું હતું અને તેના દ્વારા અપાતી ધમકીઓને વશ થતી નહોતી. બે દિવસ પૂર્વે પરિણીતા સાવલી તાલુકાના ઝવેરીપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભી હતી. તે દરમિયાન હવસખોર નરવતસિંહ ગોહિલ કાર લઇને પહોંચી ગયો હતો. અને કારમાં પરિણીતાનું અપહરણ કરી મુવાલ ગામ નવીનગરી પાસે આવેલી બાવળની ઝાડીમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

ત્રાસી ગયેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી
હવસખોર નરવતસિંહ ગોહિલના શારીરિક અને માનસિક ત્રાસથી ત્રાસી ગયેલી પરિણીતાએ આખરે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે હવસખોર નરવતસિંહ ગોહિલ સામે બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સાવલીમાં બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...