વડોદરા / દુષ્કર્મ કેસના કાચા કામના કેદીએ સેન્ટ્રલ જેલમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

X

  • ડભોઇના બોરબાર ગામમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપી ફરાર થયા બાદ પકડાતા જેલમાં મોકલાયો હતો

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:42 PM IST

વડોદરા. વડોદરા સેન્ટ્રલ જેલમાં બળાત્કારના કેસના કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આત્મહત્યાનું રહસ્ય અકબંધ છે. પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.
લોકડાઉન દરમિયાન ઘરે આવતા પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી હતી
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના બોરબાર ગામમાં રહેલા સંજય કનુભાઇ વસાવા(ઉ.19) સામે જાન્યુઆરી માસમાં ગામની સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપી સંજય વસાવા ફરાર થઇ ગયો હતો. આરોપી સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. લોકડાઉન દરમિયાન આરોપી પોતાના ગામ બારબોરમાં આવ્યો હતો. જેની જાણ થતાં પોલીસે શુક્રવારે તેની ધરપકડ કરી હતી અને સયાજી હોસ્પિટલમાં તેનું સ્ક્રિનિંગ કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. શુક્રવારે રાત્રી દરમિયાન જેલની બેરેક નં-4ની ખુલ્લી જગ્યામાં ટુવાલ વડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી