આવી ઘટનાઓ ક્યારે અટકશે?:વડોદરામાં લગ્નની લાલચ આપી નરાધમનું યુવતી પર અવારનવાર દુષ્કર્મ, યુવતીએ કહ્યું:'હું પિરિયડમાં હોઉં ત્યારે બળજબરીથી ઓરલ સેક્સ માણતો'

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે યુવતી સાથે સગાઇ કર્યાં બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો
  • પીડિતાએ આરોપી યુવક સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયામાં પરિચય કેળવ્યા બાદ લગ્નની લાલચ આપી નરાધમે યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરી હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. યુવતીએ આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, યુવક અવારનવાર ઓરલ સેક્સ માટે દબાણ કરતો હતો અને પિરિયડમાં હોય ત્યારે બળજબરીપૂર્વક ઓરલ સેક્સ માણતો હતો.

યુવાને મારી મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યાં
વડોદરાની યુવતી માહી(નામ બદલ્યું છે)એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2017માં સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક સુરજ જીનગર નામના યુવક સાથે થયો હતો. એક-બે દિવસ મળ્યા બાદ સુરજે મને પ્રપોઝ કર્યું હતું અને તેને પ્રપોઝ સ્વીકારી હતી અને તેણે મને લગ્નની લાલચ આપી હતી. સુરજ મને પાવાગઢ પાસે આવેલા વિરાસત વન ખાતે ફરવા માટે માટે લઇ ગયો હતો. જ્યાં તેણે મારી મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યાં હતા, ત્યારબાદ અમે અવારનવાર મળતા હતા અને ધૂળેટીના દિવસે અમે પાર્ટનરશિપમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જ્યાં સુરજે મને તેના માતા-પિતા અને સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરાવી હતી અને બધાની હાજરીમાં કહ્યું હતું કે મારે માહી સાથે લગ્ન કરવાના છે.

ઇમોશનલ બ્લેકમેઇલ કરીને યુવક યુવતી સાથે શરીરસુખ માણતો હતો (પ્રતિકાત્મક તસવીર)
ઇમોશનલ બ્લેકમેઇલ કરીને યુવક યુવતી સાથે શરીરસુખ માણતો હતો (પ્રતિકાત્મક તસવીર)

ઘરે બોલાવી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે શરીર સુખ માણ્યું
27 એપ્રિલ 2018ના રોજ સૂરજ મને ફસાવી પટાવી ફોસલાવીને તેના ઘરે લઇ ગયો હતો અને મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે શરીર સુખ માણ્યું હતું. આ સમયે મે સુરજને કહ્યું હતું કે, તું મારી સાથે લગ્ન કેમ નથી કરતો. આ બધું લગ્ન પછી જ સારું લાગે, ત્યારબાદ સુરજ મારી સાથે સગાઇ કરી હતી. જેથી લગ્નની આશાએ મેં મારું સર્વસ્વ સુરજને સોંપી દીધુ હતું. અમે રાજસ્થાનના કુંભલગઢમાં ફરવા ગયા, ત્યારે મે બધા માટે એક જ રૂમ બુક કરાવવવા માટે કહ્યું હતું. જોકે, તેણે કપલ દીઠ અલગ-અલગ રૂમ બુક કરાવ્યો હતો અને મને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને લગ્ન કરવાનું કહીને મારી સાથે શરીરસુખ માણ્યું હતું. આ ઉપરાંત સુરજની માતા મારી માતાને પ્રસંગોમાં બોલાવીને અપમાન કરતા હતા.

મને ઓરલ સેક્સ કરવા માટે બળજબરી કરતો હતો
જૂન-2020માં સુરજે સારાભાઇ રોડ પર ઓફિસ રાખીને કંપની શરૂ કરી હતી અને ભવિષ્યમાં મારી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને મને કંપનીમાં ડાયરેક્ટર બનાવી હતી. ત્યારબાદ દિવાળીના વેકેશનમાં રાજપીપળા, શેરડી અને શનિ શિંગળાપુરમાં ફરવા લઇને બળજબરીપૂર્વક માદક દ્રવ્ય પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો અને મને પટાવી ફોસલાવીને ધાક-ધમકી આપીને મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો અને મને ઓરલ સેક્સ કરવા માટે બળજબરી કરતો હતો.

પીડિતાએ આરોપી યુવક સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)
પીડિતાએ આરોપી યુવક સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)

હું પિરિયડમાં હતી, ત્યારે બળજબરીથી ઓરલ સેક્સ માણ્યું
આ ઉપરાંત સુરજે મને તેની ઓફિસમાં બોલાવીને અઘટિત માગણી કરી હતી. જોકે હું પિરીયડમાં હોવાથી મેં ના પાડી હતી. છતાં બળજબરીપૂર્વક તેણે મારી પાસે ઓરલ સેક્સ કરાવ્યું હતું. ત્યારબાદ 13 માર્ચ-2019ના રોજ મારા મારા માતા-પિતાને સુરજના બનાવીને ત્યાં બાજવાડા ખાતે બોલાવ્યા હતા અને માહી અને સુરજના જન્માક્ષર મળતા નથી તેમ કહીને સગાઇ તોડી નાખી. મે આ અંગે સૂરજને વાત કરી તો તેણે કહ્યું હતું કે, હું મારા મમ્મી-પપ્પા કહેશે તેમ કરીશ, તું મારા મમ્મી પપ્પાને મનાવી લે તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, જેથી મારું લગ્ન સંસાર માટે સુરજના પપ્પાને મળવા માટે અલકાપુરીમાં આવેલી દુકાને મળવા માટે હતી, જ્યાં સુરજના પપ્પાએ મને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

યુવક સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
છેવટે આ અંગે યુવતીએ યુવક સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...