ધરપકડ:બંગાળની યુવતી સાથે દુષ્કર્મ કરનાર હરિયાણાથી ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બંગાળમાં રહેતી યુવતીને સોશિયલ મીડીયા પર વતનના જ પરંતુ વડોદરામાં રહેતા યુવક સાથે દોસ્તી થયા બાદ તેણી વડોદરા રહેવા આવી હતી. યુવકે તેણીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો હતો. ફતેગંજ પોલીસે હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી યુવકને ઝડપી પાડ્યો હતો.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, ડિસેમ્બર 2021માં સોશિયલ મીડિયાના માધ્યમથી કનૈયાપ્રતાપ છેલબિહારી સિંગ (મૂળ પ. બંગાળ) સાથે મિત્રતા બંધાઇ હતી. જે બાદ યુવતી વડોદરા આવી હતી. યુવક તેને ઘરે લઇ ગયો હતો અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરાવી હતી. આરોપી કનૈયાપ્રતાપ વડોદરામાં કંપનીમાં કામ કરતો હોવાથી યુવતી પણ સાથે નોકરી કરવા લાગી હતી.

યુવતી ભાડાના ઘરમાં રહેતી હતી, જેથી યુવક અને યુવતી માર્ચ-2022થી સાથે એક જ ઘરમાં રહેવા લાગ્યાં હતાં. યુવકે યુવતીને લગ્નનો ભરાેસો આપી તેની મરજી વિરુદ્ઘ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. 7 ઓક્ટોબરે યુવક કનૈયાપ્રતાપ યુવતીને ઘરમાં એકલી મૂકી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાવાઈ હતી.ફતેગંજ પીઆઈ ડીબી વાળા અને પીએસઆઈ કેકે કરોતરાની ટીમે તેને હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...