વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:પીડિતા પર દુષ્કર્મ થયું એ ફ્લેટ અન્ય યુવતીના સરનામે બોલે છે, ફ્લેટ નં-D 903માં અનેક યુવતીઓ આવતી કે રહેતી હોવાનો ઘટસ્ફોટ

વડોદરાએક મહિનો પહેલા
  • દિવાળીપુરામાં આવેલા નિસર્ગ કોમ્પ્લેક્સના ફ્લેટમાં આવતી યુવતીઓ કોણ છે તેની તપાસ શરૂ કરાઈ

વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં નિર્સગ કોમ્પ્લેક્સના ફ્લેટ નં-D-903ને લઈને રોજેરોજ નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે. આ ફ્લેટમાં અનેક યુવતીઓ આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત વડોદરા શહેરની એક સંસ્થાની બુકમાં એક યુવતીના રહેણાક સરનામા તરીકે આ ફ્લેટનું સરનામું આપવામાં આવ્યું છે, ત્યારે સવાલ એ થાય છે કે રાહિલ જૈનની માલિકી ધરાવતા આ ફ્લેટનું સરનામું અન્ય યુવતીઓના નામે કેવી રીતે હોઇ શકે છે? વડોદરા ક્રાઇમ બ્રાંચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ હજી સુધી બંને આરોપી સુધી પહોંચી શકી નથી.

ફ્લેટમાં અનેક યુવતીઓ આવતી અથવા રહેતી હતી
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પીડિતા જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટમાં અને અશોક જૈન જે ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો એ હેલી ગ્રીનના ફ્લેટમાં અગાઉ ઘણી યુવતીઓ પણ આવતી-જતી હતી અથવા તો રહેતી હતી એવું તપાસમાં બહાર આવ્યું છે, જેથી આ યુવતીઓ કોણ છે એની તપાસ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો, તેથી આ મોબાઇલમાં અન્ય યુવતીઓનાં નામ અને નંબર હોઈ શકે છે.

નિર્સગ કોમ્પ્લેક્સના ફ્લેટ નં-D-903ને લઈને રોજેરોજ નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે.
નિર્સગ કોમ્પ્લેક્સના ફ્લેટ નં-D-903ને લઈને રોજેરોજ નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે.

અશોક જૈનના ઘર-ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત
આ યુવતીઓની માહિતી મેળવવા પોલીસે તૂટેલા મોબાઇલ ફોનનો ડેટા બેકઅપ લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ફ્લેટમાં રહેતી યુવતી હાલોલ પંથકમાં રહેતી હોવાનું જાણવા મળે છે. અશોક જૈનના ઘરે અને ઓફિસમાંથી પોલીસે કેટલીક ડાયરી સહિતના દસ્તાવેજો પણ કબજે કર્યાં છે એની પણ તપાસ ચાલી રહી છે.

વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ રેપ કેસની પીડિતા.
વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ રેપ કેસની પીડિતા.

આરોપીઓના વૈભવી બંગલા સહિત કરોડોની મિલકતોની વિગતો મગાવાઈ
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે બંનેને ભાગેડુ જાહેર કરી સીઆરપીસી 70 મુજબનું વોરંટ મેળવવાની તજવીજ કરી બંનેની મિલકત ટાંચમાં લેવાની તજવીજ શરૂ કરી હતી, જેથી બંને પાસે કયાં કયાં કેટલી સ્થાવર જંગમ મિલકતો છે એની માહિતી સંબંધિત વિભાગો પાસેથી માગવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં આ માહિતી મળી જશે એવો દાવો પોલીસે કર્યો હતો.

ફ્લેટમાં આવતી યુવતીઓ કોણ હતી તેની તપાસ શરૂ કરાઈ છે.
ફ્લેટમાં આવતી યુવતીઓ કોણ હતી તેની તપાસ શરૂ કરાઈ છે.

રાહિલ જૈનની પોલીસે બીજીવાર પૂછપરછ કરી
પોલીસે નિસર્ગ કોમ્પ્લેક્સમાં જે ફ્લેટમાં યુવતી પર દુષ્કર્મ થયું હતું એના ઓનર રાહિલ જૈનને રવિવારે ફરી એકવાર બોલાવી પૂછપરછ કરી હતી અને ફ્લેટને લગતા જરૂરી દસ્તાવેજો કબજે કર્યા હતા.

અશોક જૈનના અન્ય યુવતીઓ સાથેના સંપર્કોની પોલીસે તપાસ શરૂ કરી છે.
અશોક જૈનના અન્ય યુવતીઓ સાથેના સંપર્કોની પોલીસે તપાસ શરૂ કરી છે.

7 દિવસ થયા છતાં આરોપીઓ પકડાયા નથી
ઉલ્લેખનીય છે કે ગોત્રી દુષ્કર્મ કેસની ફરિયાદ થયાને 7 દિવસ થયા છતાં આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી નથી. પોલીસ રોજ અલગ અલગ લોકોનાં નિવેદનો લઇ રહી છે. ગોત્રી પોલીસ બાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાયે 72 કલાક વીતી ગયા છે છતાં પોલીસ આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ તથા બૂટલેગર અલ્પુ સિંધીને હજી સુધી પકડી શકી નથી. બંને આરોપીને શોધવા પોલીસની સાત ટીમ બંનેનાં આશ્રયસ્થાનો ઉપરાંત સગાં-સંબંધીઓને ત્યાં તપાસ કરાઇ રહી છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આશ્રયસ્થાનો હોવાની માહિતી મળતાં ત્યાં પણ તપાસ કરાઇ રહી છે.