વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:અશોક જૈન અને રાજુ ભટ્ટ હેવાનિયત પર ઊતરી આવ્યા, ઢોર માર મારીને પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું, જાણો કેસનું A TO Z

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસતો-ફરતા આરોપી અશોક જૈનને પોલીસે આજે વહેલી સવારે દબોચી લીધો

વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન આજે વહેલી સવારે પાલિતાણાથી ઝડપાઇ ગયો છે. વડોદરાની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી એલએલબીની વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર થઇ ગયા હતા. બંને ફરાર થઇ જતા આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી અને કેસની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજુ ભટ્ટ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને છેવટે 19 દિવસથી નાસતો-ફરતો આરોપી અશોક જૈનને પણ પોલીસે આજે વહેલી સવારે દબોચી લીધો હતો.

2-3 સપ્ટેમ્બર- વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી શહેરના સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. અશોક જૈન ફરી યુવતીના ફ્લેટ પર જઇ તેના વાળ પકડી બેડરૂમમાં લઇ ગયો હતો અને માર મારી કપડાં ફાડી નાખી દુષ્કર્મ કર્યું હતું. તે પછી તેણે ઇન્વેસ્ટર રાજુ ભટ્ટને પણ ખુશ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે રાજુ ભટ્ટ પણ તેના ઘેર ગયા હતા અને યુવતીને ધક્કો મારી ટીવી ઊંચું કરી ફેંક્યું હતું અને બેડરૂમમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું અને ધમકી આપી હતી કે, રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.

19 સપ્ટેમ્બર-યુવતીની ફરિયાદના આધારે પોલીસે 19 સપ્ટેમ્બરે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે યુવતીને બોલાવી હતી અને તેનું સીઆરપીસીની કલમ 164 મુજબનું નિવેદન લેવાયું હતું. પોલીસે ફરિયાદ નોંધીને તેણે લગાવેલા આરોપોની તપાસ શરૂ કરી હતી, જેમાં જે ગેસ્ટ હાઉસ અને ઓફિસનો ઉલ્લેખ કરાયો હતો તે સ્થળે પણ પોલીસ પહોંચી હતી. જે સ્થળે દુષ્કર્મ કરાયું હતું તે સ્થળે પણ તપાસ કરાઈ હતી અને યુવતીનાં કપડાં પણ કબજે કરાયાં હતાં.

આરોપી રાજુ ભટ્ટ વડોદરા પીસીબીના હાથે જુનાગઢથી ઝડપાઇ ગયો હતો
આરોપી રાજુ ભટ્ટ વડોદરા પીસીબીના હાથે જુનાગઢથી ઝડપાઇ ગયો હતો

22 સપ્ટેમ્બર-દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ઼ હતું કે, અશોક જૈને મારા મિત્ર અલ્પેશ વાઘવાણીના મોબાઇલ પર મારા ન્યૂડ ફોટો મોકલીને વાઇરલ કર્યાં હતા. મિત્ર અલ્પેશે ફોટા જોઇ તેના ઘરે જઇ આ શું છે, કયારે થયું અને કેવી રીતે થયું તેવુ પૂછી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. પ્રાથમિક તપાસમાં અલ્પેશ વાઘવાણી જ નામચીન બૂટલેગર અલ્પુ સિંધી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. એટલું જ નહીં યુવતીએ પોલીસ ફરિયાદમાં એમ કહ્યું છે કે ફરિયાદ કરવા વારસિયા રિંગ રોડ પર રહેતા તેના ઓળખીતા કમલેશ વિનોદ ડાવર સાથે આવી છે અને આ ફરિયાદ તેણે મને હિન્દીમાં અનુવાદ કરી સમજાવી છે. આ કમલેશ ડાવર પણ કુખ્યાત બુટલેગર પપ્પુ ડાવર છે. જેની સામે પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે.

23 સપ્ટેમ્બર- ગાંધીનગરથી સૂચના આવતા કેસની તપાસ મોડી સાંજે ગોત્રી પોલીસ પાસેથી આંચકી લઇને ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગોત્રી પોલીસ પાસેથી તપાસના કાગળો મેળવીને ફરાર થયેલા બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આરોપી અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા પોલીસ કમિશનરને પત્ર લખીને બુટલેગર અલ્પુ સિંધીએ તેમને બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાના આરોપ લગાવ્યો હતો. સમગ્ર કેસમાં આરોપ અને પ્રત્યારોપ શરુ થતાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો હુકમ કરાયો હતો.

પીડિતાના મિત્ર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીના હિટ લિસ્ટમાં ઘણા લોકો હતા
પીડિતાના મિત્ર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીના હિટ લિસ્ટમાં ઘણા લોકો હતા

23 સપ્ટેમ્બર-પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં વડોદરામાં કોલેજીયન યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટને પત્ર લખીને રાજુ ભટ્ટે સેક્રેટરી પદ પરથી રાજીનામુ આપ્યું હતું. મંદિર ટ્રસ્ટની બેઠકમાં રાજુ ભટ્ટનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું હતું. જોકે, ટ્રસ્ટી પદે રાજુ ભટ્ટને યથાવત રાખવામાં આવ્યો હતો.

24 સપ્ટેમ્બર-વડોદરા ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પીડિતાનું 3 કલાક સુધી લંબાણપૂર્વક નિવેદન લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઊતરી આવી દુષ્કર્મ આચર્યું હતું, જેની અસર હજુ પણ ભોગવી રહી હોવાનું પીડિતાએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું. પીડિતાના નિવેદન અંગે કાઉન્સિલર શોભના રાવલે જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે દુષ્કર્મ આચરતાં પહેલાં પ્રતિકાર કરતી પીડિતાને બે-ત્રણ લાફા માર્યા બાદ વાળથી પકડીને તેને ઢસડીને બેડરૂમમાં લઈ જઈને મૂઢમાર માર્યો હતો. તેના પેઢામાં લાત વાગતાં હજુ પણ બ્લડિંગ થઇ રહ્યું છે, જેથી તેની સારવાર હું કરાવી રહી છું. પીડિતા પર બેથી ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે.

એલએલબીની વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
એલએલબીની વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

24 સપ્ટેમ્બર-પીડિતાના મિત્ર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીના હિટ લિસ્ટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન, પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ ઉપરાંત પણ 4 વ્યક્તિઓ હતા. મળેલી માહિતી પ્રમાણે બુટલેગર અલ્પુ સિંધીએ બળાત્કારના આરોપી અશોક જૈનને પીડિતાએ કરેલી ફરિયાદ પૂર્વે એક લિસ્ટ મોકલાવ્યું હતું. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈન, તેમનો ચાર્ટર્ડ એકાઉન્ટ પુત્ર, કુરીયર સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર કાનજી મોકરિયા સહિત 4 લોકોના પણ નામ હતા. આ તમામ સામે ફરિયાદ થવાની હતી. આ લિસ્ટ બાદ પોલીસ તંત્ર પણ એકશનમાં આવી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

24 સપ્ટેમ્બર-વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા પીઆઇ એ.બી. જાડેજાની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. પીઆઇ જાડેજાએ આરોપીઓ સાથે યુવતીના સમાધાનમાં ભેદી ભૂમિકા ભજવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે તેમની બદલી થઇ હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યુ હતું. ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયેલા સીએ અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જેથી પોલીસે આરોપીઓના નિવાસ્થોનો પર દરોડા પાડ્યા હતા અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરી હતી.

પીડિતાને બે-ત્રણ લાફા માર્યા બાદ વાળથી પકડી ઢસડીને દુષ્કર્મ આચર્યુ હતું
પીડિતાને બે-ત્રણ લાફા માર્યા બાદ વાળથી પકડી ઢસડીને દુષ્કર્મ આચર્યુ હતું

25 સપ્ટેમ્બર-પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનને કોઇ પણ ભોગે પકડી લેવા ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી ક્રાઇમ બ્રાન્ચે તપાસ લંબાવી હતી. પોલીસની 7 ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. પોલીસે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કોર્ટમાંથી સીઆરપીસી 70 મુજબનું વોરંટ મેળવી સંપતિ ટાંચમાં લેવા કાર્યવાહી શરૂ કરી હતી.

27 સપ્ટેમ્બર-ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરવા બદલ કુરિયર કંપનીના માલિક કાનજી મોકરિયાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કાનજી મોકરિયા શરૂઆતથી છેવટ સુધી આરોપી રાજુ ભટ્ટ સાથે સંપર્કમાં હતો અને તે ફ્લેટમાં પણ ગયેલો હોવાનું બહાર આવ્યું છે. કાનજી મોકરિયાએ પીડિતાને તેની હોટલમાં રાખી હતી અને જે દિવસે ગુનો નોંધાયો એ દિવસે રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરીને તેને ભગાડવામાં મદદ કરી હતી, જેથી તેની ધરપકડ કરાઇ હતી.

રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરવા બદલ કુરિયર કંપનીના માલિક કાનજી મોકરિયાની પોલીસે ધરપકડ કરી હતી
રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરવા બદલ કુરિયર કંપનીના માલિક કાનજી મોકરિયાની પોલીસે ધરપકડ કરી હતી

28 સપ્ટેમ્બર-વડોદરાના ચકચારી દુષ્કર્મ કાંડનો આરોપી રાજુ ભટ્ટ વડોદરા પીસીબીના હાથે જુનાગઢથી ઝડપાઇ ગયો છે. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનના લોકેશન સતત ટ્રેસ કરી રહી હતી. આ દરમિયાન આરોપી રાજુ ભટ્ટ અમદાવાદ, રાજકોટ અને જુનાગઢ ભાગતો રહ્યો હતો અને તે પોલીસથી બચવા સતત પોતાના લોકેશન બદલતો રહ્યો હતો. છેવટે ચોક્કસ બાતમીને આધારે વડોદરા પીસીબીની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને આરોપી રાજુ ભટ્ટને જુનાગઢથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરી તે દરમિયાન તેને વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.

6 ઓક્ટોબર- રેપ કેસના અન્ય આરોપી રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

રાજુ ભટ્ટે વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો
રાજુ ભટ્ટે વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો

7 ઓક્ટોબર-આજે રેપ કેસના ભાગેડુ આરોપી અશોક જૈનની પાલિતાણાથી અને અલ્પુ સિંધની હરિયાણાથી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે છે, તે સમયે જ આરોપી અશોક જૈન પકડાઇ જતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે અને વડોદરામાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...