વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:અશોક જૈન પૂજા કરવા જતો હતો અને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો, પોલીસને જોતા જ ડઘાઇ ગયો, આરોપીના ભત્રીજાની કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશોક જૈનના ભત્રીજાની પૂછપરછમાં આરોપી પાલિતાણા હોવાનો ઘટસ્ફોટ થયો
  • દુષ્કર્મ કેસનો આરોપી અશોક જૈન ધોલેરાથી પાલિતાણા ગયો હતો

વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં એક પછી એક તમામ આરોપીઓ ઝડપાઇ ગયા છે. કાનજી મોકરિયા, રાજુ ભટ્ટ બાદ ક્રાઇમ બ્રાંચે આજે અશોક જૈન અને અલ્પુ સિંધીને પણ ઝડપી પાડ્યા છે. અશોક જૈન પૂજા કરવા માટે જઇ રહ્યો હતો. ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.

આરોપીના ભત્રીજાની કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યો
SIT ચીફ ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, અશોક જૈન ધોલેરામાં છુપાઇને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં જ રહેતો હતો. તેના અમદાવાદ ખાતે રહેતા ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. પોલીસે ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી અને અંતે તેણે અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પોલીસે આજે સવારે અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ તેને દબોચી લીધો હતો. જ્યાંથી હવે આરોપીને વડોદરા લાવવામાં આવશે.

અશોક જૈનના ભત્રીજાની પૂછપરછમાં આરોપી પાલિતાણા હોવાનો ઘટસ્ફોટ થયો
અશોક જૈનના ભત્રીજાની પૂછપરછમાં આરોપી પાલિતાણા હોવાનો ઘટસ્ફોટ થયો

પોલીસને જોઇને આરોપી ડઘાઇ ગયો
વડોદરા ક્રાઇમ બ્રાંચને આરોપી પાલિતાણા હોવાની જાણ થતાં જ એક ટીમને પાલિતાણા રવાના કરી દેવામાં આવી હતી અને ત્યાં જઇને પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે આરોપી પૂજા કરવા માટે બહાર નીકળ્યો હતો. આ સમયે ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસને જોતા જ આરોપી અશોક જૈન ડઘાઇ ગયો હતો.

આગોતરા જામીન અરજીનો ચુકાદો આવતીકાલે
અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ચુકાદો આવતીકાલે 8 ઓક્ટોબરના રોજ આવવાનો છે. જોકે, તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને આગોતરા જામીન ન આપવા માટે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, આરોપીએ 2 અને 3 સપ્ટેમ્બરે પીડિતાના વાળ પકડી માર માર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આરોપીના ધારાશાસ્ત્રીએ પોલીસના સોંગદનામા સામે એવી દલીલ કરી હતી કે, આરોપી 1થી 3 સપ્ટેમ્બર સુધી વડોદરામાં ન હતા. તેઓ લખનૌની હોટલમાં હતા.

વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

19 સપ્ટેમ્બરે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી
નોંધનીય છે કે, વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં એલ.એલ.બીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ મંડળમાંથી હાંકી કઢાયેલા રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પહેલા આરોપી રાજુ ભટ્ટ અને તેને મદદ કરનાર નંદન કુરીયર સર્વિસના સંચાલક કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું
દરમિયાન આ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, 2 અથવા તા. 3 સપ્ટેમ્બરના રોજ પીડિતા ફ્લેટ પર(નિસર્ગ એપાર્ટમેન્ટ) ટીફીન લઇ આવી હતી. તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું.

અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ચુકાદો આવતીકાલે 8 ઓક્ટોબરના રોજ આવવાનો છે
અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ચુકાદો આવતીકાલે 8 ઓક્ટોબરના રોજ આવવાનો છે

1થી 3 સપ્ટેમ્બર સુધી અશોક જૈન લખનૌની હોટેલમાં હતો
પોલીસ દ્વારા રજૂ કરાયેલા સોંગદનામા સામે આરોપી અશોક જૈનના વકીલ દ્વારા કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી અશોક જૈન 1થી 3 સપ્ટેમ્બર-2-21ના રોજ વડોદરામાં ન હતા. તેઓ પ્રવાસ અર્થે શહેર બહાર હતા. જે અંગેની જરૂરી પુરાવારૂપ ફ્લાઇટની ટીકીટો રજુ કરી હતી. વકીલે રજુ કરેલા પુરાવા મુજબ, 1થી 3 સપ્ટેમ્બરના રોજ અશોક જૈન લખનૌની હોટેલમાં હતા. 1 સપ્ટેમ્બરના રોજ તેઓની વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી લખનૌની ફ્લાઇટ હતી. અશોક જૈન 3 સપ્ટેમ્બરના રોજ લખનૌથી દિલ્હી પહોંચ્યાં હતા અને ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી વડોદરા ફ્લાઇટમાં પરત ફર્યા હતા. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ
તપાસ અધિકારીએ અશોક જૈને કરેલી આગોતરા જામીન અરજીમાં રજૂ કરેલા સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ કર્યો છે. સાક્ષીઓમાં તબીબ અને એફએસએલ અધિકારીઓ સહિતનાં નામો છે. તો મહિલા સમાજીક કાર્યકર સહિતનાને સાક્ષી બનાવવામાં આવ્યાં છે. સોગંદનામામાં ફરિયાદી ભોગ બનનારનું 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું હોવાની બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે.

અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું.
અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું.

આગોતરા જામીન ન આપવા પોલીસે 19 કારણો રજૂ કર્યાં
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈને આગોતરા જામીન મૂક્યા બાદ આજે તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કરી અરજદારની આગોતરા જામીન અરજી કેમ નામંજૂર કરવી જોઇએ તેનાં રેકોર્ડબ્રેક 19 કારણો રજૂ કર્યાં હતાં. જેમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે, અશોક જૈન ભોગ બનનાર ફરિયાદીને ઇન્વેસ્ટરોને ખુશ કરવા માટે સબંધ રાખવાનું દબાણ કરતો હતો એટલે જો તેને આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવશે તો ઇન્વેસ્ટરોના નામો જાહેર નહી કરે.