ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં:કરોડોની છેતરપિંડી કરનાર રણુ ભરવાડ એન્ડ કંપની ભૂગર્ભમાં, રણુ અને સાગરિતોને પકડવા ક્રાઈમ બ્રાન્ચે ટીમો બનાવી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રણુ ભરવાડ - Divya Bhaskar
રણુ ભરવાડ

પોતાને બીજેપીનો નેતા ગણાવતા માથાભારે રણુ ભરવાડ અને તેની ટોળકીએ કરેલી રૂપિયા 2.81 કરોડની છેતરપીંડીની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. જુદી જુદી ટીમો બનાવી સાત આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આરોપીઓ પૈકી કેટલાક આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, મહારાષ્ટ્રના છે. જેના કારણે પોલીસે ત્યાં સુધી લાંબુ થવું પડશે જ્યારે માથાભારે રણું જુદી જુદી ભાષાઓ ઉપર પ્રભુત્વ અને બહારના રાજ્યોમાં પણ સંપર્કો ધરાવતો હોવાથી એને શોધવા પોલીસે મહેનત કરવી પડશે. ત્યારે આ ગુનામાં એના પુત્ર વિજયની પણ સંડોવણી બહાર આવી છે.

સૂત્રોએ જણાવ્યું છે કે માત્ર રણુ અને વિજય વડોદરા રહે છે. જ્યારે રાજગુરુ રાધે બાપુ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે આશ્રમ ધરાવે છે અને જીતેન્દ્ર પપ્પુ જૈન એમનો સેવક છે. જ્યારે રૂપનેર રામારાવ, જી.વી.સુધીન્દ્ર, મનોજ નિકમ બહારના રાજ્યોમાં રહે છે.ક્રાઇમબ્રાન્ચે જણાવ્યું છે કે, ફરિયાદમાં જુદા જુદા તબક્કે અલગ અલગ સ્થળે બહાના બનાવી કુલ રૂપિયા 2.81 કરોડની છેતરપીંડી કરવામાં આવી છે.

જેના પુરાવા ભેગા કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં જે બેંક ખાતાઓનો ઉપયોગ કરાયો છે તે બેંકોનો સંપર્ક કરાયો છે, તમામ આરોપીઓના કોલ ડિટેલ મેળવવા મોબાઈલ કંપનીઓને સૂચના આપવામાં આવી છે.ઠગ ટોળકી પાછળ રાજકીય નેતાનું પીઠબળ હોવાનું મનાય છે. દરેક ગુનાની સંડોવણી સમયે રણુને નેતા એ જ બચાવ્યો હોવાની ચર્ચાઓ રાજકીય મોરચે ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...