આયોજન:પરંપરા જાળવવા રંગોળી સ્પર્ધાનું આયોજન થયું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેસીઆઇ મેટ્રોપોલિટન દ્વારા ઓપન બરોડા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેનારે રંગોળીના ફોટા સાથે પોતાનો ફોટો અને નામ 14 નવેમ્બર સુધી મોકલવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે jcibarodametro21@gmail.com પર નામ નોંધાવવાનું રહેશે. 15 થી 25 વર્ષ, 26 થી 40 વર્ષ અને 40થી વધુ તેમ ત્રણ ગ્રુપમાં સ્પર્ધા યોજનાર છે.

ગ્રુપ 1 અને 2ના સ્પર્ધકો મીંડા વાળી ફ્રી હેન્ડ કે સંસ્કાર ભારતી રંગોળી કરી શકે છે. જ્યારે ગ્રુપ 3ના સ્પર્ધકોએ પોર્ટરેઇટ રંગોળી કરવાની રહેશે. રંગોળી કરવા માટે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકાશે પરંતુ આર્ટિફિશિયલ મટિરિયલ વાપરી શકાશે નહી.

અન્ય સમાચારો પણ છે...