વડોદરા નફીસા આપઘાત કેસ:રમીઝ શેખનો લૂલો બચાવ - નફીસાને અન્ય યુવકો સાથે અફેર હોવાથી સંબંધ તોડ્યા હતા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રમીઝ અને નફીસા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રમીઝ અને નફીસા - ફાઇલ તસવીર
  • વોન્ટેડ પ્રેમી નાટ્યાત્મક રીતે હાજર, મદદગારોની ધરપકડ થશે

નફીસા આપઘાત કેસમાં તેનો વોન્ટેડ પ્રેમી રમીઝ શેખ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ અમદાવાદના રમીઝ શેખે લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, નફીસા ખોખરને અન્ય યુવકો સાથે સંબંધો હોવાથી મેં લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. પોલીસે તેની ગહન પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ સમક્ષ રમીઝે જણાવ્યું હતું કે, 5 વર્ષ અગાઉ કોમન ફ્રેન્ડ દ્વારા તે નફીસા ખોખરના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ એક ખાનગી કંપનીમાં આણંદમાં પોસ્ટિંગ થતાં ગત ઓક્ટોબર માસથી નફીસા સાથે વધુ ગાઢ સંબંધ બંધાયા હતા. આણંદ બદલી થતાં તે વધુ વડોદરા આવવા લાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

તેણે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, માર્ચ-એપ્રિલ માસમાં મને ફ્રેન્ડ સર્કલમાંથી જાણ થઇ હતી કે નફીસાના સંબંધો અન્ય યુવકો સાથે પણ છે એટલે તેને કહ્યું હતું કે તારે અન્ય યુવકો સાથે શારીરિક સંબંધ પણ છે પછી હું તારી સાથે કેવી રીતે લગ્ન કરું? ત્યારે નફીસાએ કહ્યું હતું કે, હું સંબંધ હવે તોડી નાખીશ. જોકે રમીઝને નફીસાના અન્ય સાથે સંબંધ ન ગમતાં તેણે સંબંધ તોડી વાત કરવાનું બંધ કરી દીધું હતું.ઝોન-2ના ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે, અમે આ બાબતે વધુ પૂછપરછ કરી તપાસ કરી રહ્યા છીએ. જો કોઇ અન્ય મદદગાર હશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે.

રમીઝની કેફિયત, નફિસાના મકાનનું ભાડું ભરતો હોવાથી શબનમે પેચઅપ કરવા કહ્યું હતું
રમીઝે પોલીસ સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે, શબનમ અને નફીસા ખોખર જે ઘરમાં રહેતી હતી તેનું ભાડું હું ચૂકવતો હતો. જેથી શબનમ અને નફીસાને બ્રેકઅપ પછી ભાડું કોણ ચૂકવશે તે પ્રશ્ન સતાવવા લાગ્યો હતો, જેથી શબનમ નફીસાને મારી સાથે પેચ-અપ કરવા માટે જણાવતી હતી.

પોલીસે ગુનો દાખલ કરી, માતા-પિતાની પૂછપરછ કરતાં રમીઝે હાજર થવું પડ્યું
શુક્રવારે રાત્રે રમીઝ શેખ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યા બાદ તેના માતા-પિતાને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યાં હતાં. પૂછપરછ બાદ પોલીસે કહ્યું હતું કે, રમીઝ હાજર નહીં થાય તો તમારી સામે પણ કાર્યવાહી થશે. જેથી માતા-પિતાએ રમીઝના ખાસ દોસ્તને જાણ કરી હતી. જેથી જમાલપુરમાં મિત્રને ત્યાં રહેતો રમીઝ પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...