તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમડેસીવીરનું કૌભાંડ:અમદાવાદની હયાત સહિતની 3 હોટલમાં રેમડેસિવિર કૌભાંડ રચ્યું

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જતીન પટેલ અને વિવેક મહેશ્વરીના વધુ એક દિવસના રિમાન્ડ
 • નકલી ઇન્જેક્શનો વેચીને કેટલી મિલકતો વસાવી તે અંગે પણ તપાસ

નકલી રેમડેસીવીર કેસમાં ક્રાઈમ બ્રાંચે જતીન પટેલ અને વિવેક મહેશ્વરીના વધુ 1 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. જ્યારે અમદાવાદ પોલીસે વિવેક મહેશ્વરીને અમદાવાદના ગુનામાં ટ્રાન્સફર વોરંટ આધારે અટકાયત કરી બુધવારના રોજ લઈ જવા કોર્ટમાં અરજી આપી છે. બીજી તરફ તપાસમાં વિવેક મહેશ્વરી, નિતેષ જોષી અને દિશાંતે અમદાવાદ એસજી હાઇવે પરની હોટલ હયાત, હોટલ હિલ્ટન અને ક્રાઉન પ્લાઝા સહિતની ફાઇવ સ્ટાર હોટલોમાં જઈને કૌભાંડની રૂપરેખા રચી હોવાનું ખૂલ્યું હતું. પોલીસ દ્વારા હોટલોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ પોલીસ વિવેક મહેશ્વરી અને જતીન પટેલના બેંક ખાતાની તપાસ કરી રહી છે. જ્યારે પોલીસ વિવેક અને નિતેષનું સુરત કનેક્શન પણ તપાસી રહી છે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં પણ આરોપી કૌશલ વોરા નકલી રેમડેસીવીરનું કૌભાંડ ચલાવતા ઝડપાયો હતો.

પોલીસ દ્વારા હાલ વિવેક મહેશ્વરી અને નિતેષ જોશી દ્વારા નકલી રેમડેસીવીર વેચીને કેટલી મિલકતો વસાવી છે કે ક્યાં રોકાણ કર્યું છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે વિવેક મહેશ્વરી અને નિતેશ જોષીના મોબાઈલનો કોલ ડેટા પણ તપાસી રહી છે. જેનાથી તેઓ ગુજરાત રાજ્ય બહાર પણ આ પ્રકારે નકલી રેમડેસીવીર ઈન્જેક્શન વેચતા હતા કે કેમ તેની પણ પોલીસ જાણકારી મેળવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો