નિવેદન:આગામી ફેબ્રુઆરી 2024 માં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશેઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ કાર્યકાળ પ્રમાણે ચાલી રહી હોવાનું જણાવતાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી સ્વામી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે જણાવ્યુ હતુ કે, આગામી ફેબ્રુઆરી ૨2024 માં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે.

ફેબ્રુઆરી 2024 સુધીમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે
આરઆર ગ્લોબલ પરિવારના એક કાર્યક્રમમાં વડોદરા પધારેલા ગુરૂજીએ પત્રકારોની સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતુ કે, મંદિરના પ્લીન્થનુ કામકાજ હાલમાં ચાલી રહ્યુ છે. જે આમ તો 2023 ના અંત સુધી જ પૂરૂ કરી દેવામાં આવશે. પરંતુ સારૂ મૂર્હત જોઇને ફેબ્રુઆરી 2024 સુધીમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. બાદમાં ભક્તો રામલલાના દર્શન તેમના મંદિરમાં જ કરી શકશે. મંદિરના પ્રથમ ચરણનું બાંધકામ પૂરૂ થયા બાદ પણ અન્ય ચરણની કામગીરી પૂરજોશમાં ચાલુ જ રહેશે. પરંતુ અયોધ્યા આવનારા ભક્તો રામલલાના દર્શન તેમના મંદિરમાં ફેબ્રુઆરી 2024 બાદથી નિરંતર કરી શકે તેવા તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં રામજન્મભૂમિ પર પ્લીન્થના પ્રથમ સ્તરનું કામ ચાલી રહ્યુ છે. જેમાં દરરોજ 20 થી 25 પથ્થરો લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં રોજના 80 થી 100 પથ્થર લગાવવાના લક્ષ્યાંક પર ટ્રસ્ટીઓ અમલ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્વામી ગોવિંદ ગિરી મહારાજના નેતૃત્વ હેઠળ દેશભરમાં વેદ વિદ્યાલય ચલાવવામાં આવી રહી છે. આ પૈકીની એક વેદ વિદ્યાલય વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આર.આર. ગ્લોબલ કંપની પરિસરમાં ચાલી રહી છે. સ્વામી ગોવિંદદેવ ગિરિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય તથા સંસ્કાર કેન્દ્રમાં હાલ 36 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું આર.આર કેબલના જોઇન્ટ એમ.ડી મહેન્દ્ર કાબરાએ જણાવ્યુ હતુ.

વધુમાં જણાવ્યું હતું કે, કંપની દ્વારા વડોદરાના વાઘોડિયા ખાતે સેલવાસ ખાતે રૂપિયા 1 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. જેનાથી રોજગારી ઉભી થશે. આર.આર. કેબલ કંપની આગામી દિવસોમાં ઇસરો સાથે પણ વાયર સપ્લાય સહિતનું કામ કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...