તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નમસ્કાર કરીને વૃદ્ધાને લૂંટનાર રાકેશ પકડાયો, આરોપી રાકેશ વાઘેલા સામે અગાઉ 8 ગુના નોંધાયા હતા

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાણીગેટની ગૌરવ સોસાયટીમાં બનાવ બન્યો હતો

ગત ડિસેમ્બરમાં પાણીગેટ વિસ્તારમાં જીઇબી ઓફિસ પાસેની ગૌરવ સોસાયટીમાં રહેતાં વૃદ્ધા બપોરે ઘરની બહાર ખુરશીમાં બેઠાં હતાં ત્યારે ગઠિયાએ તેમને હાથ જોડી નમસ્કાર કર્યા બાદ તેમના કાનમાંથી સોનાની કડી ખેંચીને ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટારા રાકેશ વાઘેલા (દંતાણી)ને ઝડપી લીધો હતો. ભૂતકાળમાં રાકેશ સામે શહેરમાં 8 ગુના નોંધાયેલા છે અને તેને એકવાર પાસામાં પણ ધકેલાયો હતો.

ગત 20 ડિસેમ્બરે પાણીગેટ ગૌરવ સોસાયટીમાં રહેતાં 62 વર્ષીય અમીતાબેન ચીમનલાલ ચોકસી બપોરે ઘરની બહાર રસ્તા પાસે ખુરશી પર બેઠાં હતાં. દરમિયાન 20થી 22 વર્ષની ઉંમરનો એક યુવક તેમની પાસે આવ્યો હતો અને તેણે બે હાથ જોડી નમસ્કાર કર્યા હતા. જેથી વૃદ્ધાએ પણ તેને નમસ્કાર કરીને વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ આ યુવક વૃદ્ધાની નજીક આવ્યો હતો અને વૃદ્ધાએ ડાબા કાનમાં પહેરેલી સોનાની 2 ગ્રામની કડી (કિંમત 8 હજાર) ખેંચી ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો