તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈત હાલ ગુજરાત પ્રવાસે છે. તેઓ સોમવારે સવારે 11 વાગે શહેરના છાણી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે પહોંચી ખેડૂતોની સાથે કૃષિ કાયદાનો તેઓ વિરોધ કેમ કરી રહ્યા છે તે વિશે માર્ગદર્શન આપશે. ખેડૂત સંગઠનો 500 થી 1 હજાર ખેડૂતોને ભેગા કરશે. ત્યારબાદ બારડોલીમાં ખેડૂત સંવાદ યોજશે.
ખેડૂત આગેવાન વિપીનચંદ્ર પટેલે જણાવ્યું હતું કે, છાણી ગુરુદ્વારા ખાતે ખેડૂત સંગઠનો, કોંગ્રેસ, આપ પાર્ટી તેમજ ખેડૂતોને સમર્થન કરતી બીજી સામાજિક અને રાજકીય પાર્ટીઓ દ્વારા સવારે 11 વાગે રાકેશ ટીકૈતનું સ્વાગત કરવામાં આવશે. જ્યાં રાકેશ ટીકૈત દ્વારા તેમના દ્વારા કૃષિ કાયદા અંગે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે તે અંગે ખેડૂતો સાથે ચર્ચા કરશે.
રાકેશ ટીકૈત સાથે શંકરસિંહ વાઘેલા પણ વડોદરા પહોંચશે. જ્યાંથી કરજણ ચાર રસ્તા થઈ બપોરે 1:30 વાગે ખેડૂત નેતા અંકલેશ્વર વાલિયા ચાર રસ્તા ખાતે પહોંચશે, જ્યાં પણ ખેડૂતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આખરે બપોરે 4 વાગે બારડોલી ખાતે રાકેશ ટીકૈત ખેડૂત સંવાદ કરશે.
ઉલ્લેખનિય છે કે, રાકેશ ટીકૈત રવિવારે ટ્રેન મારફતે રાજસ્થાનના આબુ રોડ પહોંચ્યા હતા. આબુ રોડથી ટીકૈત ટ્રેક્ટર યાત્રા યોજી છાપરી બોર્ડર સુધી પહોંચ્યા હતા. છાપરી બોર્ડરથી તેઓ સીધા જ અંબાજી પહોંચ્યા હતા.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.