ગોત્રી દુષ્કર્મ કેસ:રાજુ ભટ્ટે 8 દિવસમાં 3 શહેરમાં આશ્રય લીધો,10થી વધુ લોકોનો સંપર્ક કર્યો હતો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજુ ભટ્ટ - Divya Bhaskar
રાજુ ભટ્ટ
  • ગુનો નોંધાયા બાદ ક્યાં કોને મળ્યો હતો તેની રાજુને સાથે રાખી તપાસ
  • રાજુને સાથે રાખી અમદાવાદ, રાજકોટ, જૂનાગઢનો 500 કિમીનો પ્રવાસ કરી પોલીસ પરત

ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે ઉંડી તપાસ શરુ કરી હતી જેમાં ગુનો નોંધાયા બાદ તે 8 દિવસ કયાં કયાં છુપાયો હતો અને કોને મળ્યો હતો તે સહિતના મુદ્દાની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ શુક્રવારે રાતથી જ રવાના થઇ હતી. રાજુ ભટ્ટ 8 દિવસ જયાં ગયો હતો અને રોકાયો હતો તે સ્થળોએ પોલીસ માત્ર 24 કલાકમાં તપાસ કરીને 10થી વધુ વ્યકતીઓની પુછપરછ કરી શનિવારે રાત્રે પરત ફરી હતી. પોલીસે રાજુ ભટ્ટને સાથે રાખી 24 કલાકમાં વડોદરાથી જુનાગઢ સહિતના વિવિધ સ્થળોએ 500 કિલોમીટર સુધીનો પ્રવાસ કર્યો હતો.

દુષ્કર્મનો કેસ નોંધાયા બાદ તે ફરાર થઈ અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી પોલીસે શુક્રવારે તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ શુક્રવારે રાત્રે જ રાજુ ભટ્ટને લઇને અમદાવાદ જવા રવાના થઇ હતી.

સુત્રો મુજબ રાજુ ભટ્ટ અમદાવાદમાં 3 દિવસ તથા રાજકોટમાં એક દિવસ અને જુનાગઢમાં અઢી દિવસ રોકાયો હતો જેથી પોલીસે પહેલા અમદાવાદ પહોંચી રાજુ ભટ્ટ કયાં કયાં રોકાયો હતો અને કોણે આશ્રય આપ્યો હતો તેની તપાસ કરી શનિવારે વહેલી સવારે પોલીસ રાજુને લઇને રાજકોટ અનેત્યારબાદ જુનાગઢ પહોંચી હતી અને શનિવારે મોડી સાંજે પરત ફરી હતી.તમામ સ્થળોએ રાજુએ કયા કયા વાહનોનો ઉપયોગ કર્યો હતો તેની તપાસ કરી અંદાજે 10થી વધુ વ્યક્તિની પુછપરછ કરી તેમના નિવેદન લીધા હતા. પોલીસે 24 કલાકમાં 500 કિમીથી વધુનો પ્રવાસ કર્યો હતો. રાજુ ભટ્ટ ડ્રાઇવરને લઇને અમદાવાદમાં ત્રણ દિવસ ફર્યો હતો.

રાજુ ભટ્ટે બે વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું
દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી પોલીસની તપાસમાં રાજુ ભટ્ટે પિડીતા સાથે 2 વખત સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે આરોપી રાજુ ભટ્ટ સામે સૃષ્ટિ વિરૃધ્ધના કૃત્યની કલમનો ઉમેરો કર્યો હતો.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રેપ કેસના આરોપી રાજુ ભટ્ટના કેટલાક ફોટા વાયરલ થયા હતા.જે ફોટા તેને બતાવી પૂછપરછ કરાતાં રાજુ ભટ્ટ પડી ભાંગ્યો હતો અને પીડિતા સાથે બે વાર સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કર્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તે અંગેની કલમ ઉમેરી તપાસ શરુ કરી હતી.

પીઆઇ જાડેજા સામેની તપાસનો રિપોર્ટ સુપરત
પીડિતા દુષ્કર્મની ફરિયાદ ન કરી સમાધાન કરી લે તે માટે રાજુ ભટ્ટ દ્વારા અનેક વાર પ્રયાસો કરાયા હતા. જેમાં ક્રાઇમ બ્રાંચના તત્કાલિન પીઆઇ એ બી જાડેજાએ પણ ભૂમિકા ભજવી હોવાનું સપાટી પર આવ્યું હતું. જેને પગલે ડીસીપીને તપાસ સોંપાઇ હતી. જે પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સુપરત કરાયો હતો. જો કે તપાસ રિપોર્ટની વિગતો જાણવા મળી શકી ન હતી.

ફ્લેટમાંથી તૂટેલી હાલતમાં ટીવી મળ્યું
પિડીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે ટીવી ઉંચું કરી તેને માર્યું હતું જેથી પિડીતાને જમણા પગમાં વાગ્યું હતું ત્યારબાદ રાજુ ભટ્ટે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન આ ટીવી તુટેલી હાલતમાં કબજે કર્યું હતું. સ્થળ પરથી પોલીસને તુટેલી હાલતમાં ટીપોય મળી હતી. તેમજ સ્પાય કેમેર લગાવેલુ બોર્ડ જે તૂટેલુ હતું તે રિપેર કરેલી હાલતમાં મળ્યું હતું.

કેદાર ઉર્ફે કાણિયાને પોલીસનું ફરી સમન્સ
સમગ્ર મામલામાં બુટલેગર અલ્પુ સિંધી અને મયંક વચ્ચે થયેલી વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ થઇ હતી જેમાં સમાધાન માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમના માણસ કેદાર ઉર્ફે કાણિયાના નામનો ઉલ્લેખ થયો હતો. સમાધાન માટે પ્રયાસો કરનારા લોકોની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેદાર સામે પણ તપાસ શરુ થઇ છે. કેદારને ફરી બોલાવાયો છે.

સહારાની ડીલના ઘેરા ભેદભરમ યથાવત્
પિડીતાએ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ વચ્ચે આજવા રોડની સહારાની 300 કરોડની જમીનની ડીલ અંગે મિટીંગ થઇ હોવાનું અને તે મીટીંગ માટે અશોક જૈન તેને તેમની મર્સીડીઝમાં લઇ ગયો હોવાનું જણાવ્યું હતું .અશોક જૈને રાજુ ભટ્ટ સહારાની લેન્ડનો ઇન્વેસ્ટર છે તેમ કહી તેને ખુશ કરવા પણ કહ્યું હતું. પોલીસે જયારે રાજુ ભટ્ટને પકડયો ત્યારે શરુઆતમાં તો રાજુ ભટ્ટે આવી કોઇ ડીલ ના હોવાનું જણાવ્યું હતું પણ ત્યારબાદની પુછપરછમાં રાજુ ભટ્ટે જમીન માટે જમીન માટે અશોક જૈન સાથે વાત થઇ હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. જો કે તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સહારાની જમીનની ડીલ અંગે અશોક જૈન પકડાશે ત્યારે જ પુરી માહિતી મળી શકશે.

અશોક જૈન-અલ્પુ સિંધી પોલીસની રડારમાં
દુષ્કર્મ કેસનો મહત્વનો આરોપી અશોક જૈન હજું પણ ફરાર છે , તેણે આગોતરા જામીન અરજી મુકેલી છે. સોમવારે પોલીસ આ મામલે સોગંદનામુ કરશે . બીજી તરફ મામલામાં બુટલેગર અલ્પુ સિંધીનું પણ નામ બહાર આવ્યું છે જેથી પોલીસ તેને પણ શોધી રહી છે. અલ્પુ સિંધી વારસીયા અને વરણામાના 2 ગુનામાં હાલ વોન્ટેડ છે અને તે પકડાશે ત્યારે આ મામલામાં પણ તેની પુછપરછ કરી નિવેદન લેવાશે

અલ્પુના વાયરલ લિસ્ટનાં નામોની તપાસ
આરોપીના વકીલે આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ અશોક જૈનને 5 લોકોના નામનું લીસ્ટ મોકલ્યું હતું જેમાં અશોક જૈનનું નામ 2 વખત અને તથા તેના પુત્રનું નામ અને કાનજી મોકરીયાનું નામ ઉપરાંત ગોધરા નજીકના ગામના એક વ્યકતીનું પણ નામ લખેલું હતું. આ લીસ્ટ પૈકી કાનજી મોકરીયા ને પોલીસે ઝડપી લીધો હતો જયારે અશોક જૈનહજું ફરાર છે અને તેના પુત્રની પણ લાંબી પુછપરછ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...