વડોદરા હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હાજરીમાં રાજુ ભટ્ટ અને કાનજીની મિટીંગ થઇ હતી, મયંક અને અલ્પુ વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘેલા ધર્મેન્દ્રસિંહ - Divya Bhaskar
વાઘેલા ધર્મેન્દ્રસિંહ
  • રણોલીની હોટલમાં બાજુને ભગાડવા માટે બેઠક થઇ હતી
  • વાતચીતમાં કેદાર કાણિયાનો પણ ઉલ્લેખ કરાયો

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાયા બાદ રાજુ ભટ્ટે કાનજી મોકરીયા નો સંપર્ક કરતા તે વખતે રણોલી પેટ્રોલ પંપ પાસે ને હોટેલ માં બેઠા હતા તેથી તેને રાજુ ભટ્ટ ને ત્યાં બોલાવતા રાજુ ત્યાં પહોંચ્યો હતો જ્યાં બંને વચ્ચે હવે શું કરવું તે સહિતના મુદ્દા પર ચર્ચા થઈ હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તે વખતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના લોકો પણ હાજર હતા અને ત્યારબાદ કાનજી મોકરીયા અને રાજુ ભટ્ટ વચ્ચે મીટિંગ થયા પછી કાનજી એ રાજુ ભટ્ટને અમદાવાદ તરફ જવાની વ્યવસ્થા કરી આપી હતી જોકે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો આમાં કોઈ રોલ છે કે કેમ તેની તપાસ કરાશે.

બાપુ વચ્ચે પડ્યા છે અને મને કહે છે કે ગમે તે રીતે પૂરું કરવાનું...

મયંક : આપણે પેલા રાજુ ભટ્ટ ને..બિચારાને..એનો કોઈ વાંક નથી

અલ્પુ સિંધી : રાજુ ભટ્ટે જે કર્યું છે..... મારી વાત સાંભળો ....ફોટો મોકલ્યો છે

મયંક : હું સમજી ગયો મારા ભાઈ પતાવવાનું છે હવે હું કહું છું મારા ભાઈ હમજોને છોકરી ને કેસ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી આ બિચારા ના ઘર વાળા સજા ભોગવે તમે સમજ્યા

અલ્પુ સિંધી : મારી વાત સાંભળો એ પૈસા વાળી છે એનો બાપ પોલીસ છે તમે સમજો ને વાત ને

મયંક : અચ્છા

અલ્પુ સિંધી : એ ખાનદાની છે એના મમ્મી પપ્પા આજથી સવા એક વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા એ એકલી રહેતી નથી એનો ભાઈ પણ વચ્ચે બે મહિના અહીં હતો અને આઇપીએસ યુપીએસસીની તૈયારી કરે છે છોકરી પોતે પણ ભણેલી છે એલ એલ બી કરેલું છે આવું કરે તો મને એટલો બધો ગુસ્સો આવ્યો તો રાત્રે મેં તો બહુ મારતો આ લોકો ને ...

મયંક : સાચી વાત છે એવું ખોટું કરે તો ના જ ચાલે

અલ્પુ સિંધી : બીજું કઈ કર્યું હોય કોઈ ને માર્યો હોય કે ફલાણું હોય તો સમાધાન થાય પણ કોઈ ની ઈજ્જત સાથે રમવાનું ...ઉંમરનો તો લિહાજ રાખવો હતો...60 વર્ષના ડોહા થઈને 25 વર્ષની છોકરી સાથે આવા ધંધા કરો એ કંઈ થોડું ચાલતું હોય

મયંક : સાચી વાત છે

અલ્પુ સિંધી : હવે આની અંદર વાત કરાય કોઈ દિવસ

મયંક : બરાબર છે હવે પણ આપ આનો કોઈ રસ્તો થાય છે કે કેમ તમે જ કહો

અલ્પુ સિંધી : રસ્તાનું તો તમે ભૂલી જાવ જે થશે તે કાયદેસર પોલીસ કરશે તો બી હું કોઈને પૂછી લઈશ એ છોકરી ની ઈચ્છા હશે તો પણ એની ઈચ્છા નથી સમજી જાવ એ કહે છે કે જેલમાં જવા દો મારી જોડે ખોટું થયું છે તો ભોગવશે

મયંક : કેદાર ને તમે ઓળખો છો

અલ્પુ સિંધી : કયો કેદાર?

મયંક : કેદાર કાણીયો

અલ્પુ સિંધી : ના મે નથી ઓળખતો કોણ છે આ...

મયંક : એ બાપુ નો માણસ છે બાપુએ કીધું છે, બાપુએ મને કહેવામાં આવ્યું હતું.. હમણાં મને વાત બી કરી

અલ્પુ સિંધી: કયા બાપુय़?

મયંક : ધર્મેન્દ્રસિંહ બાપુ

અલ્પુ સિંધી: પેલા ધારાસભ્ય છે એ

મયંક : ના વાઘોડિયાથી ચૂંટણી લડયા હતા એ પેટ્રોલ પંપ વાળા

અલ્પુ સિંધી : અચ્છા અચ્છા

મયંક : એટલે બાપુ વચ્ચે પડ્યા છે અને મને કહે છે કે ગમે તે રીતે પૂરું કરવાનું...

અન્ય સમાચારો પણ છે...